ETV Bharat / state

મોહન ડેલકર આત્મહત્યા મામલે કાર્યવાહીની માંગણી

દાદરા નગર હવેલીના રાંધા પટેલાદમા પ્રસાશનના મહેસુલ વિભાગ દ્વારા ખાસ શિબિરનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેનો જિલ્લા પંચાયત પ્રમુખ અને પંચાયતના સરપંચ સભ્યોએ કાળા વાવટા બતાવી વિરોધ કર્યો હતો. અને જ્યાં સુધી મોહન ડેલકરના આત્મહત્યા મામલે જે લોકોના નામ FIR માં છે તેમની સામે કાર્યવાહી કરવામાં નહિ આવે ત્યાં સુધી પંચાયતોમાં કેમ્પનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચમકી આપી હતી.

author img

By

Published : Mar 13, 2021, 2:29 PM IST

મોહન ડેલકર આત્મહત્યા મામલે કાર્યવાહીની માંગણી
મોહન ડેલકર આત્મહત્યા મામલે કાર્યવાહીની માંગણી
  • મહેસુલ વિભાગ સામે કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો
  • મોહન ડેલકરને ન્યાય અપાવવાની માંગ સાથે કેમ્પનું બહિષ્કાર
  • જિલ્લા-ગ્રામ પંચાયતના સભ્યોએ કાળા વાવટા બતાવ્યા

સેલવાસ: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના આદિવાસી નેતા અને સાંસદ મોહન ડેલકરના આત્મહત્યા મામલે દાદરા નગર હવેલીમાં રોજ વિરોધનો સુર ઉઠી રહ્યો છે. શુક્રવારે રાંધા પટેલાદ માં મહેસુલ વિભાગના કેમ્પનો સ્થાનિક ગ્રામજનો, જિલ્લા પંચાયતના સભ્યોએ બહિષ્કાર કરી કાળા વાવટા ફરકાવ્યા હતા.

રાંધા પટેલાદ ગામે મહેસુલ વિભાગ દ્વારા વિવિધ પ્રમાણપત્રો આપવાનો કેમ્પ યોજાયો

રાંધા પટેલાદ ગામે મહેસુલ વિભાગ દ્વારા 'પ્રશાસન આપના દ્વારે' અંતર્ગત વિવિધ પ્રમાણપત્રો આપવાનો કેમ્પ યોજાયો હતો. જોકે, કેમ્પનો ગામના લોકોએ કાળા વાવટા બતાવીને વિરોધ કર્યો હતો. આ અન્વયે જિલ્લા પંચાયતના પ્રમુખ નિશા ભવરે જણાવ્યું હતું કે, રાંધા પંચાયત દ્વારા મામલતદારને લેખિતમાં જાણ કરવામાં આવી હતી કે, જ્યા સુધી સાંસદ સ્વ.મોહનભાઇ ડેલકરના સુસાઈડ નોટના આધારે થયેલી FIRમાં જે અધિકારીના નામો છે. તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી પંચાયતોમાં કોઈપણ સરકારી કાર્યક્રમો કે કેમ્પોનું આયોજન કરવામા નહીં આવે. છતાં પણ પ્રસાશન દ્વારા રાંધા પટેલાદમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: મોહન ડેલકર આત્મહત્યા મામલે લોકસભાના સાંસદોએ તપાસની માંગ કરી

પ્રશાસન આપના દ્વારે અંતર્ગત પ્રમાણપત્રો આપવાના કેમ્પમાં વિરોધ

જ્યારે સમગ્ર મામલે મામલતદાર તીર્થ શર્માએ જણાવ્યું હતું કે, પ્રશાસન દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને સેલવાસ સુધી આવવું ન પડે તેમજ તેમને પોતાના ગામમાં ઘરે બેઠા જ જરૂરી તમામ પ્રકારના પ્રમાણપત્રો મળી રહે તે માટે આ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

મામલતદાર સમક્ષ રજૂઆત કરી

રાંધા ગામે કેમ્પ દરમિયાન જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતના સભ્યોએ વિરોધ સાથે રજૂઆતો કરી હતી. જે તેમના વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ જણાવીશ જે બાદ તે આ રજૂઆતો અંગે યોગ્ય નિર્ણય લેશે.

આ પણ વાંચો: મોહન ડેલકર આત્મહત્યા કેસમાં વડાપ્રધાન મોદી દરમિયાનગીરી કરે: શિવસેના સાંસદ વિનાયક રાઉત

FIRમાં 9 લોકોના નામ છે

મોહન ડેલકરની સ્યુસાઇડ નોટના આધારે મુંબઈ મરીન ડ્રાઈવ પોલીસ મથકમાં દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ, કલેકટર, RDC, પોલીસ અધિકારીઓ, તલાટી, રાજકીય આગેવાનો સહિત 9 લોકોના નામ FIRમાં લખવામાં આવ્યા છે. અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરીને ન્યાય અપાવવા માંગણી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.