સેલવાસમાં શ્રી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સમાં શનિવારે ડીગ્રી એનાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના ફાઉન્ડર ચેરમેન કૃષ્ણ દેવ સિંઘ, ચેરમેન ફતેહસિંહ ચૌહાણ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલ ડીગ્રી સેરેમની કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓને ડીગ્રી સર્ટિફિકેટ આપી ભવિષ્યની ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામના આપી અભિનંદન પાઠવ્યા હતાં.
આ પ્રસંગે ફાઉન્ડર ચેરમેને તમામ વિદ્યાર્થીઓને અને શાળાના સંચાલકોને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, એક સમય આ નાનકડું ઇન્સ્ટિટ્યૂટ છોડ રૂપે ઉદભવ થયું હતું આજે વટવૃક્ષ બન્યું છે. ગ્રેજ્યુએટ થનાર તમામ વિદ્યાર્થીઓને જીવનમાં મળતી તક ઝડપી લેવા આહ્વાન કર્યું હતું. તેમજ ટોપર્સ વિદ્યાર્થીઓએ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ડીગ્રી સેરેમની કાર્યક્રમમાં 277 વિદ્યાર્થીઓને માસ્ટર્સ ડીગ્રી એનાયત કરવામાં આવતા વિદ્યાર્થીઓના ચહેરા પર અનોખી ખુશી જોવા મળી હતી.