ETV Bharat / state

Daman Police: ATM માં પૈસા કાઢવા આવતા ગ્રાહકો સાથે છેતરપિંડી, 100થી વધારે કાર્ડ જપ્ત

દમણ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. જેઓ એટીએમમાં રોકડ લેવા માટે આવલા લોકો સાથે છેત્તરપિંડી કરીને પૈસા પડાવી લેતા હતા. ઊંડી તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, આ તો આખી ગૅંગ છે. પોલીસે કાયદેસરની કામગીરી કરીને 100થી વધારે ડેબિટકાર્ડ તથા એક બાઈક જપ્ત કરી લીધી છે.

Daman Police: ATM માં પૈસા કાઢવા આવતા ગ્રાહકો સાથે છેતરપિંડી, 100થી વધારે કાર્ડ જપ્ત
Daman Police: ATM માં પૈસા કાઢવા આવતા ગ્રાહકો સાથે છેતરપિંડી, 100થી વધારે કાર્ડ જપ્ત
author img

By

Published : Apr 13, 2023, 12:47 PM IST

Updated : Apr 13, 2023, 2:15 PM IST

દમણઃ દમણ પોલીસે બેંકના ATM માં પૈસા કાઢવા આવનારા ગ્રાહકો સાથે છેતરપિંડી કરી લૂંટ ચલાવનાર ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં બે વ્યક્તિની ધરપકડ કરીને તેમની પાસેથી 106 ડેબિટ કાર્ડ , 3 મોબાઈલ અને એક મોટરસાયક જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં એક ફરિયાદીના એકાઉન્ટમાંથી 2 ભેજાબાજોએ 55889 રૂપિયા ઉપાડી લીધા હોવાની ફરિયાદ થઈ હતી.

આ પણ વાંચોઃ Rajkot Crime : રાજકોટમાં ત્રણ દિવસમાં ત્રીજી દુષ્કર્મની ઘટનામાં પાંચ વર્ષની બાળકી બની ભોગ,

ધરપકડ કરાઈઃ કેસ સામે આવ્યા બાદ પોલીસે તે અંગે તપાસ કરી બંને આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 106 ડેબિટ કાર્ડ કબ્જે કર્યા છે.
કાર્ડનો ઉપયોગ કરીને 55889 રૂપિયા કાઢી લીધા હતા. તારીખ 3 એપ્રિલ 2023ના એક ફરિયાદીએ કચીગામ આઉટ પોસ્ટમાં આવીને ફરિયાદ નોંધાવી હતી. પોતાનું એક્સિસ બેંકનું એટીએમ કાર્ડ લઈને કચીગામ-ઝરી મુખ્ય રોડ સ્થિત એટીએમ બૂથ પર પૈસા કાઢવા ગયા હતા.

પીન નંબર જોયોઃ આ દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિએ પાછળથી આવીને તેમનો એટીએમ પીન નંબર જોઈ લીધો હતો. ત્યારબાદ અજાણ્યા વ્યક્તિએ ફરિયાદીને વિશ્વાસમાં લઈને ચાલાકીથી તેમનું એટીએમ કાર્ડ બદલી જુદી જુદી જગ્યા પર કાર્ડનો ઉપયોગ કરીને 55889 રૂપિયા કાઢી લીધા હતા. મોટી દમણ કોસ્ટલ પોલીસ સ્ટેશને તપાસ શરૂ કરી હતી.

ડેટા ભેગો કર્યોઃ પોલીસે છેતરપિંડીનો ભોગ બનનાર ફરિયાદીના બેંક ખાતાનું વર્ણન મેળવ્યું હતું. અને જુદા જુદા એટીએમ બૂથોની ઓળખ કરવામાં આવી હતી. જ્યાંથી કેટલા એટીએમમાંથી ઉપાડ અને ખરીદીની લેનદેનના આધારે ટેક્નીકલ ડેટા પણ એકત્રિત કરવામાં આવ્યો હતો. આરોપીની ઓળખની પુષ્ટિ કરવા માટે તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Fake police: હોટલ-ગેસ્ટ હાઉસમાંથી બહાર નીકળતા કપલને પોલીસની ઓળખ આપી

સર્ચ શરૂઃ દમણ પોલીસની ટીમ એટીએમની આજુબાજુના વિસ્તારમાં ફરી રહી હતી. એક બાઈક ઉપર બે વ્યક્તિઓ શંકાસ્પદ લાગતાં તેમના ઉપર ખાસ નજર રાખતા તેમનો કચીગામ પોસ્ટથી ત્યાં સુધી પીછો કર્યો હતો. જ્યાં તે બંને એટીએમ બૂથ ખાતે બાઈક ઉપરથી ઉતરીને ફરી રહ્યા હતા. તે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓની ઓળખ ચંદનકુમાર માણિક સિંહ રહેવાસી, વાપી મૂળ રહેવાસી બિહાર અને અયોધ્યા નારાયણ જનાર્દન પ્રસાદ સિંહ રહેવાસી વાપી, મૂળ રહેવાસી, બિહારના તરીકે થઈ હતી.

નાટક કરતાઃ આ આરોપીઓ લોકોને પૈસા કાઢવામાં મદદ કરવાનું નાટક કરતા હતા ચાલાકીથી તેમનો પિન નંબર જાણી લેતા હતા અને ધ્યાન ભટકાવીને તરતર તેમના એટીએમ કાર્ડને નકલી કે કોઈ અન્ય વ્યક્તિના એટીએમ કાર્ડની સાથે બદલી દેતા હતા . ત્યારબાદ તેઓ ખાતામાંથી પૈસા કાઢી લેતા હતા. જોકે, આવું બીજા કેટલા લોકો સાથે કર્યું છે એ અંગે પોલીસ તપાસ ચાલું છે.

(પોલીસે જાહેર કરેલી પ્રેસનોટને આધારે)

Last Updated : Apr 13, 2023, 2:15 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.