ETV Bharat / state

12 ઓક્ટોબરે દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી, વર્ષ 1982 પછી આ વખતે પહેલી વખત કોઈ મહિલાએ ઉમેદવારી નોંધાવી - સામાન્ય સભા

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં 18 ઓક્ટોબરે દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના (Daman Industries Association) પ્રમુખ, મહામંત્રી સહિતના હોદ્દાઓ માટે ચૂંટણી યોજાશે, જેના ફોર્મ ભરવાની અંતિમ તારીખ 27 સપ્ટેમ્બર હતી. તો છેલ્લા દિવસે કુલ 12 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી. આમાં પ્રથમ વખત એક મહિલાએ પણ ઉમેદવારી નોંધાવી છે. આથી આ ચૂંટણીમાં રસાકસી જોવા મળશે તેવું લાગી રહ્યું છે.

12 ઓક્ટોબરે દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી, વર્ષ 1982 પછી આ વખતે પહેલી વખત કોઈ મહિલાએ ઉમેદવારી નોંધાવી

author img

By

Published : Sep 28, 2021, 2:05 PM IST

  • કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં 18 ઓક્ટોબરે દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં (Daman Industries Association) યોજાશે ચૂંટણી
  • દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં (Daman Industries Association) પ્રમુખ, મહામંત્રી સહિતના હોદ્દા માટે યોજાશે ચૂંટણી
  • કુલ 12 ફોર્મ ભરાયા, જેમાંથી પ્રમુખ અને ખજાનચીના પદ માટે 2 મહિલાઓએ પણ ફોર્મ ભર્યા

દમણઃ કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ઈન્ડસ્ટ્રિયલ સંઘના પ્રમુખ, મહામંત્રી, ખજાનચી, ઉપપ્રમુખ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં સમિતિના સભ્યની ચૂંટણી માટે નામાંકન ભરવામાં આવ્યા હતા, જેમાં કુલ 12 લોકોએ ઉમેદવારી નોંધાવી છે. આમાંથી એક મહિલાએ પણ ઉમેદવારી નોંધાવી હોવાથી ચૂંટણીમાં રસાકસી જોવા મળે તેવું લાગી રહ્યું છે.

કુલ 12 ફોર્મ ભરાયા, જેમાંથી પ્રમુખ અને ખજાનચીના પદ માટે 2 મહિલાઓએ પણ ફોર્મ ભર્યા

અત્યાર સુધી કુલ 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી

દમણમાં 18 ઓક્ટોબરે દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના (Daman Industries Association) પ્રમુખ, મહામંત્રી સહિતના હોદ્દાઓ માટે ચૂંટણી યોજાશે, જેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 સપ્ટેમ્બરે હતી. જોકે, અત્યાર સુધી કુલ 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. તો આ વખતે દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (DIA)ની ચૂંટણી મહત્ત્વની સાબિત થશે. કારણ કે, દમણમાં વર્ષ 1982 પછી પ્રથમ વાર કોઈ મહિલાએ DIAના પ્રમુખપદના ઉમેદવાર માટે ફોર્મ ભર્યું છે.

સાચી અગ્રવાલ, હની શાહે દાવેદારી નોંધાવી ભર્યા ફોર્મ

દમણની સિયારામ્સ પેકેજિંગ કંપનીમાં (Siyarams Packaging Company) 5 વર્ષથી ડિરેક્ટર પદે કાર્યરત સાચી અગ્રવાલે આ ચૂંટણીમાં પ્રમુખપદ માટે તો હની શાહ કે જેઓ મહાવીર પ્રિન્ટિંગ યુનિટમાં (Mahavir Printing Unit) 14 વર્ષથી કાર્યરત છે. તેમણે ખજાનચીના હોદ્દા માટે ફોર્મ ભર્યું હતું. આ વખતે DIAની ચૂંટણીમાં તેઓ ચોક્કસપણે વિજેતા જાહેર થશે તેવી આશા આ બંને મહિલા ઉમેદવારોએ વ્યક્ત કરી હતી.

દર વર્ષે યોજાતી ચૂંટણી પર આ વખતે કોરોનાની અસર

DIAની ચૂંટણીમાં 27 સપ્ટેમ્બર સાંજે 5 વાગ્યા સુધી ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ હતી. ત્યારે 12 લોકોએ પોતાનું નોમિનેશન નોંધાવવા પરબીડિયું આપ્યું હતું. જો નિયમ મુજબ જોવામાં આવે તો દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના (Daman Industries Association) હોદ્દેદારો માટે દર 2 વર્ષ પછી ચૂંટણી યોજાય છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી ચૂંટણી કોરોના રોગચાળાને કારણે પૂર્ણ થઈ શકી નથી.

ચૂંટણી જે જીતશે તે પ્રમુખ બનશે

ચૂંટણી પ્રક્રિયાના ફોર્મની ચકાસણી 30 સપ્ટેમ્બરે સાંજે 5 વાગ્યે થશે. તો ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ 11 ઓક્ટોબર હશે. ત્યારબાદ દમણ ઈન્ડસ્ટ્રીઝની સામાન્ય સભા અને સોમવાર 18 ઓક્ટોબરે પ્રમુખની ચૂંટણી માટે પ્રક્રિયા થશે, જેમાં જે જીતશે તે પ્રમુખ બનશે.

આ પણ વાંચો- ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાઈ, મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

આ પણ વાંચો- ગાંધીનગર મનપા ચૂંટણી : મતદારોને મતદાન મથક લાવવા પેજ પ્રમુખોને અપાઈ જવાબદારી, ભાજપે કર્યું માઈક્રો મેનેજમેન્ટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.