બે દિવસ પૂર્વે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે પ્રશ્નો કર્યા હતાં કે, આદિવાસી વિસ્તાર ગણાતા દાદરા નગર હવેલીમાં કેમ આદિવાસીઓના હક માટેની અનુસૂચિ 5મી અને 6ઠ્ઠી લાગુ કરવામાં નથી આવતી?
આ પ્રશ્ર અંગે કોંગ્રેસના પ્રભુ ટોકીયાએ સાંસદનો ઉધડો લીધો હતો અને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ જ સાંસદ 6 ટર્મ સાંસદ રહ્યા, 2 ટર્મ ભાજપના સાંસદ હતાં. તેઓએ ક્યારેય આ અંગે પ્રશ્નો નથી કર્યા. જ્યારે તેઓ આ માટે છેલ્લા 9 વર્ષથી રેલી યોજી આદિવાસી વિકાસ પરિષદના બેનર હેઠળ અવારનવાર અવાજ ઉઠાવતા આવ્યા હતાં. તેમ છતાં ત્યારે આ સાંસદ કેમ આગળ ન આવ્યાં?
હવે જ્યારે દાદરા નગર હવેલી દમણ-દિવ સાથે મર્જર થઈ ગયું છે. 80 ટકા આદિવાસી વિસ્તાર 50 ટકા આવી ગયો છે. સેંકડો આદિવાસીઓની ખેતીની જમીન ઔદ્યોગિક વિકાસના નામે કરી લૂંટી લેવાઈ છે. ત્યારે રહી રહીને હવે અદિવાસીના હક માટે અનુસૂચિ 5મી અને 6ઠ્ઠી અંગે કેમ પ્રશ્નો કર્યા? શું જે નુકસાન આદિવાસી સમાજને થયું છે તેની ભરપાઈ સાંસદ, કલેકટર કે પ્રશાસન કરશે? તેવા અનેક પ્રશ્રો ઉઠાવ્યા હતાં.