ETV Bharat / state

દાદરા નગર હવેલીમાં બંધને મળ્યું જનસમર્થન - mohan delkar case

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના મુખ્ય પાટનગર સેલવાસ સહિત તમામ આસપાસના સ્થળોએ બંધને જનસમર્થન મળ્યું છે. સોમવારે મોહન ડેલકરની પ્રથમ માસ પુણ્યતિથિએ આદિવાસી સંગઠનોએ આપેલા બંધના એલાનને સંપૂર્ણ સમર્થન મળ્યું હતું.

દાદરા નગર હવેલીમાં બંધને મળ્યું જનસમર્થન

author img

By

Published : Mar 22, 2021, 1:02 PM IST

  • સેલવાસમાં સાંસદના નિધનની પ્રથમ માસ પુણ્યતિથિએ સ્વૈચ્છિક બંધ
  • દુકાન, માર્કેટસ સંપૂર્ણ બંધ રહ્યા
  • લોકોએ સ્વયંભૂં બંધ પાળી જનસમર્થન આપ્યું

સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સાંસદ મોહન ડેલકર આત્મહત્યા બાદ સતત ભરેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી છે. દાદરા નગર હવેલી પ્રસાશન દ્વારા બે દિવસથી પોલીસ શક્તિ પ્રદર્શન અને અખબારી યાદી જાહેર કરીને જનતાને મુંજવણમાં નાંખી બંધને રોકવાનો પ્રયાસ કર્યો હોવા છતાં આજે સોમવારે લોકોએ પોતાના ધંધા રોજગારના સ્થળો બંધ રાખીને બંધને જનસમર્થન આપ્યું હતું.

સાંસદ મોહન ડેલકરના નિધનની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે બંધનું એલાન

દાદરા નગર હવેલીના સાંસદના નિધનની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે પ્રદેશના બંધનું એલાન કરાયું હતું. દાદરા નગર હવેલીના આદિવાસી સંગઠન અને દમણના નેતા ઉમેશ પટેલ દ્વારા મોહનભાઇ ડેલકરને માસિક શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે આજે 22 માર્ચના રોજ દમણ દીવ બંધનુ એલાન કર્યું હતું. જેને સેલવાસ સહિત સમગ્ર સંઘપ્રદેશમાં જબ્બર પ્રતિસાદ સાંપડ્યો છે.

આ પણ વાંચો: સંઘપ્રદેશ દમણ-દાદરા નગર હવેલીમાં સ્વૈચ્છિક બંધ

આરોપી સામે કડક કાર્યવાહી થાય એ આશયથી બંધને પ્રતિસાદ આપ્યો

આદિવાસી વિકાસ સંગઠને દાદરા નગર હવેલી, દમણ અને દિવની સમસ્ત જનતાને પોતાની સ્વેચ્છાથી શાંતિપૂર્ણ જન આંદોલનમાં શામેલ થવા માટે અરજ કરી હતી. જેને સંપૂર્ણ જનસમર્થન મળ્યું છે. દુકાનદારો, હોટલ-બાર, બિલ્ડર એસોસિએશન, વાણિજ્ય સંસ્થાઓ, ઉદ્યોગ દરેક સામાજીક સંસ્થાઓને સાંસદ મોહન ડેલકરના નિધનના પ્રથમ માસિક પૃણ્યતિથિએ અને આરોપી સામે કડક કાર્યવાહી થાય એ આશયથી બંધને પ્રતિસાદ આપ્યો હતો.

આ પણ વાંચો: સેલવાસમાં મોહન ડેલકર આત્મહત્યા કેસમાં ન્યાયની માગણી સાથે પંચાયત સભ્યોની રેલી

જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના સ્ટોર ખુલા રહ્યા

ક્લિનિક, મેડીકલ સ્ટોર જે શાળાઓમાં પરિક્ષા ચાલુ છે તેની સ્કૂલ બસ અને રિક્ષાવાળાની વર્દી વગેરે બંધના એલાનમાં શામેલ ન હોય તેવા તમામ સ્થળો પર ચહલપહલ જોવા મળી હતી. જ્યારે એ સિવાયના તમામ મુખ્ય સ્થળો પર દુકાનોના શટર વહેલી સવારથી ખૂલ્યા નથી. બંધના પગલે પ્રદેશમાં ચાંપતો પોલીસ બદોબસ્ત ગોઠવી દેવાયો છે. કોઈ અનિચ્છનીય ઘટના બની નથી તેમજ લોકોએ શાંતિપૂર્ણ માહોલમાં બંધને સમર્થન આપ્યું છે.

ફ્લેગમાર્ચમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો જોડાયો

લોકોમાં ડરનો માહોલ દૂર કરવા માટે સેલવાસમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ કાઢી હતી. ફ્લેગમાર્ચમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો જોડાયો હતો. હાલ સમગ્ર પ્રદેશમાં પ્રશાસન દ્વારા 144ની ધારા લગાવાઈ છે. તેમ છતાં લોકોએ પોતાન પ્રિય નેતા મોહન ડેલકર પ્રત્યે પોતાની કરુણા દર્શાવીને બંધને સજ્જડ પ્રતિસાદ આપી બંધ પાળી દોષિતો સામે કાર્યવાહી થાય તેવી માગ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.