ETV Bharat / state

સેલવાસમાં ગુનાહિત માનસ ધરાવતા 2 સગા ભાઈઓને પાસા હેઠળ જેલમાં ધકેલ્યા - સેલવાસમાં ગુનાહિત માનસ ધરાવતા 2 સગા ભાઈઓને પાસા હેઠળ જેલમાં ધકેલ્યા

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે સેલવાસ જિલ્લા પોલીસવડાએ ઈન્દિરાનગર વિસ્તારના બે સગા ભાઇઓ ઇસ્માઇલ રહેમતઅલી શેખ તથા ઇઝરાયલ રહેમતઅલી શેખને પાસ હેઠળ જેલમાં મોકલી દીધા છે.

સેલવાસમાં
સેલવાસમાં
author img

By

Published : Jun 12, 2020, 9:57 AM IST

દમણ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસમાં ઇન્દિરા નગરના નામચીન 2 ભાઈઓ સામે પોલીસ ચોપડે ડઝનબંધ કેસો નોંધાયેલા છે. જેમાં રાયોટીંગ, ખંડણી તેમજ કોરોના મહામારી સમયે પોલીસ કાર્યવાહીમાં ખલેલ, સુલેહ શાંતિ ભંગ સહિતના અનેક ગુના છે. ગનાહિત માનસ ધરાવતા આ બંને ભાઈઓ સામે છેલ્લા કેટલા સમયથી એમની ગતિવિધી સંબંધી પ્રદેશની શાંતિ જોખમાતી હતી.

બન્ને ભાઈઓની આવી પ્રવૃત્તિ સામે કલેક્ટરને પાસાની દરખાસ્ત કરી હતી. જે મુજબ સેલવાસ જિલ્લા પોલીસવડા શરદ દરાડે તેમજ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સબસ્ટિન દેવસ્યા એક વિશેષ ટીમનું આયોજન કરી પાસાના હુકમની બજવણી કરવા 20થી વધુ મહિલા પોલીસ સહિતનો કાફલો ઇન્દિરા નગર વિસ્તારનો ઘેરાવ કરી બંને ભાઇઓની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા એક આરોપીને પકડવા સેલવાસ પોલીસ આ વિસ્તારમાં ગઈ હતી. ત્યારે આ બંને ભાઈઓએ સેલવાસ પોલીસ સામે દાદાગીરી કરી હતી. અને તેનો વીડિયો શહેરમાં વાયરલ પણ થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.