ETV Bharat / state

સંસદમાં હોબાળો: દીવ-દમણ અને દાદરા નગર હવેલી એકીકરણનું બિલ અટવાયું

દાદરા નગર હવેલી : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દીવ દમણને એક કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા કેન્દ્રીય પ્રધાન અર્જુન મેઘવાલ 25મી નવેમ્બરે લોકસભામાં દમણ-દીવ દાદરા નગર હવેલી બિલ 2019 રજૂ કરવાના હતા. જોકે, કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના મુદ્દે વિરોધ પ્રદર્શન કરતા સંસદ સત્રને સ્થગિત કરવામાં આવ્યું હતું. હવે આગામી સત્રમાં દમણ-દીવ દાદરા નગર હવેલી બિલ 2019 ક્યારે મુકાશે તે અનિશ્ચિત બન્યું છે. ત્યારે, આવો જાણીએ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી-દમણ-દિવના સામાજિક અને રાજકીય ઇતિહાસ વિશે.

સંસદમાં હોબાળો: દીવ-દમણ અને દાદરા નગર હવેલી એકીકરણનું બિલ અટવાયું
સંસદમાં હોબાળો: દીવ-દમણ અને દાદરા નગર હવેલી એકીકરણનું બિલ અટવાયું
author img

By

Published : Nov 26, 2019, 2:04 PM IST

દમણ-દીવ અને દાદરા નગર હવેલી સંબંધી આ બિલ અંગે બંને પ્રદેશના સાંસદ અને લોકોમાં અસમંજસ છે. ત્યારે પ્રદેશના એકીકરણ પાછળના મહત્વના મુદ્દાઓ પર નજર કરીએ તો ત્રણેય પ્રદેશને એક કરીને સરકાર વહીવટી ખર્ચા ઉપર અંકુશ મુકવાનો પ્રયાસ કરી રહી હોવાનું દેખાઈ રહ્યું છે. આ બિલ પાસ થશે તો વહીવટી પ્રક્રિયા સરળ બનશે અને મીની એસેમ્બલી પણ મળી શકે તેવું માનવામાં આવી રહ્યું છે.

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ 35 કિ.મી.ના અંતરે છે. જ્યારે દિવ 600 કિ.મી.ના અંતરે છે. બંને પ્રદેશો માટે અલગ બજેટ અને અલગ સચિવાલય ફાળવવામાં આવ્યું છે. વિલીનીકરણથી દાદરા નગર હવેલી, દમણ અને દીવ એક થઈ જશે અને તેનું મુખ્યાલય દમણ થવાની સંભાવના છે. હાલ આ બંને સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલ પટેલ વહીવટ સાંભળે છે.

દમણ દીવ અને દાદરાનગર હવેલીને એક જ પ્રશાસન નીચે લાવવાની વાત 2 મહિના પહેલા ખૂબ જ જોરશોરથી સંભળાઈ હતી. જે સમયે પ્રશાસક પ્રફુલ પટેલે આ અંગે તેઓ અજાણ હોવાનું અંને તે બંને પ્રદેશના સાંસદ અને પાર્લામેન્ટમાં નક્કી થશે તેવું જણાવ્યું હતું.

સંસદમાં હોબાળો: દીવ-દમણ અને દાદરા નગર હવેલી એકીકરણનું બિલ અટવાયું

દાદરા નગર હવેલી વનરાજીથી ઘેરાયેલો આદિવાસી પ્રદેશ છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. જ્યારે તેમની સામે દમણ અને દીવ સમુદ્ર કાંઠે આવેલો પ્રદેશ છે. આ પ્રદેશમાં મુખ્ય વ્યવસાય માછીમારીનો છે. જોકે બંને પ્રદેશો પ્રવાસન ક્ષેત્રે અગ્રીમ પ્રદેશ છે. એ જ રીતે બંને પ્રદેશના રીત રિવાજો અને રહેણી કરણીમાં પણ ઘણી અસમાનતા હોય સંઘપ્રદેશના વિલીનીકરણ અંગે બંને પ્રદેશના સ્થાનિક રાજકીય આગેવાનો, સમાજના આગેવાનો અને બુદ્ધિજીવીઓએ બંને પ્રદેશના એકીકરણ કરવા અંગે જે તે વખતે નારાજગી વ્યક્ત કરી હતી,હવે તેમની આ નારાજગી મોદી સરકારે ગણકારી નથી, અને આગામી દિવસોમાં બંને પ્રદેશ એક જ સંઘપ્રદેશમાં વિલીનીકરણ પામશે.

વિસ્તારની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ જોવા જઈએ તો, દાદરા નગર હવેલીનું ફુલ ક્ષેત્રફળ 491 ચોરસ કિલોમીટરનું છે. જેમાં 70 ગામ છે અને એક નગરપાલિકા આવેલી છે. કુલ વસ્તી 5,31,097 છે. જે માટે વાર્ષિક 1084 કરોડની બજેટની જોગવાઈ છે. પ્રદેશના છેવાડાના ગામથી મુખ્ય મથક સેલવાસનું અંતર 50-60 કિલોમીટર છે. કોઈપણ સરકારી કામ માટે આદિવાસી સમાજના કે અન્ય સમાજના લોકોએ સેલવાસ સુધી આવવું પડે છે. જો મુખ્યમથક દમણમાં બનાવાય તો દાદરા નગર હવેલીના લોકોએ વધારાનું 35 કિલોમીટરનું અંતર કાપવું પડશે. હાલ બંને પ્રદેશના ઉચ્ચ અધિકારી અને પ્રશાસક અઠવાડિયામાં બે વાર સેલવાસ આવેલ સચિવાલયમાં આવે છે.

દમણ-દિવનું કુલ ક્ષેત્રફળ 112 ચોરસ કી.મી. છે. કુલ વસ્તી 2,42,911 છે. જેમાં દમણનું ક્ષેત્રફળ 72 ચો. કી.મી. અને વસ્તી 1,91,173 છે. દિવનું કુલ ક્ષેત્રફળ 40 ચોરસ કિલોમીટર છે. દિવની વસ્તી 52,000 આસપાસ છે. દેશ આઝાદ થયો ત્યારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ પર પોર્ટુગીઝ શાસન હતું. ત્યાર બાદ 2જી ઓગસ્ટ 1954માં સ્થાનિક સ્વતંત્ર સેનાનીઓએ દાદરા નગર હવેલીને મુક્ત કરાવ્યું હતું. 11 ઓગસ્ટ 1961માં દાદરા નગર હવેલી સંઘપ્રદેશ તરીકે અસ્તિત્વમાં આવ્યું. તો, અરબી સમુદ્ર કિનારે આવેલા દમણમાં દેશની આઝાદીના 14 વર્ષ પછી ભારત સરકારે લશ્કરી કાર્યવાહી કરીને 19મી ડિસેમ્બર 1961 ના રોજ આઝાદ કરી સંઘપ્રદેશનો દરજ્જો આપ્યો.

દાદરા નગર હવેલીમાં એક લોકસભા સીટ છે. જે અપક્ષ સાંસદ મોહન ડેલકરે ગત લોકસભા ચૂંટણીમાં મેળવી છે. એ પહેલા અહીં સતત 2 ટર્મ સુધી ભાજપના સાંસદ હતાં. દાદરા નગર હવેલીમાં સેલવાસ નગર પાલિકા ભાજપના ફાળે છે. જ્યારે જિલ્લા પંચાયત કોંગ્રેસ ફાળે છે.

એ જ રીતે દમણ-દિવમાં સતત ત્રણ ટર્મથી ભાજપના લાલુભાઈ પટેલ સાંસદ છે. દમણ-દીવ દરિયા કિનારે હોય પ્રવાસીઓનું માનીતું પ્રવાસન સ્થળ છે. દમણમાં દમણ અને દિવ એમ બે જિલ્લા છે. 2 નગરપાલિકા,2 જિલ્લા પંચાયત છે. એ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલી ઔદ્યોગિક વિસ્તાર પણ છે. જેમાં મોટા ભાગે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ કાર્યરત છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભામાં મહારાષ્ટ્રના મહાભારતને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સંઘપ્રદેશ દમણ-દીવ, દાદરા નગર હવેલીનું એકીકરણ કરી એક સંઘપ્રદેશ બનાવવાનું બિલ રાખવામાં આવ્યું નથી. ત્યારે હવે આ બિલ કેવું હશે અને તેમાં આ બંને પ્રદેશના લોકોને કેટલો ન્યાય મળશે તે તો બિલ પસાર થયા બાદ જ જાણવા મળશે.

Intro:location :- સેલવાસ-દમણ

દાદરા નગર હવેલી :- સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દિવ દમણને એક કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલ 25મી નવેમ્બરે લોકસભામાં દમણ-દીવ દાદરા નગર હવેલી બિલ 2019 રજૂ કરવાના હતા. પરંતુ, કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના મુદ્દે વિરોધ પ્રદર્શન કરતા સંસદ સત્રને સ્થગીત કરવામાં આવ્યું હતું. હવે આગામી સત્રમાં દમણ-દીવ દાદરા નગર હવેલી બિલ 2019 ક્યારે મુકાશે તે અનિશ્ચિત બન્યું છે. ત્યારે, આવો જાણીએ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી-દમણ-દિવના સામાજિક અને રાજકીય ઇતિહાસ વિશે.

Body: દમણ-દીવ અને દાદરા નગર હવેલી સંબંધી આ બિલ અંગે બંને પ્રદેશના સાંસદ અને લોકોમાં અસમંજસ છે. ત્યારે પ્રદેશના એકીકરણ પાછળના મહત્વના મુદ્દાઓ પર નજર કરીએ તો ત્રણેય પ્રદેશને એક કરીને સરકાર વહીવટી ખર્ચા ઉપર અંકુશ મૂકવાનો પ્રયાસ કરી રહી હોવાનું દેખાઈ રહ્યું છે. આ બિલ પાસ થશે તો વહીવટી પ્રક્રિયા સરળ બનશે અને મીની એસેમ્બલી પણ મળી શકે તેવું માનવામાં આવી રહ્યું છે.

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ 35 કિ.મી.ના અંતરે છે. જ્યારે દિવ 600 કિમી ના અંતરે છે. બંને પ્રદેશો માટે અલગ બજેટ અને અલગ સચિવાલય ફાળવવામાં આવ્યું છે. વિલીનીકરણથી દાદરા નગર હવેલી દમણ અને દીવ એક થઈ જશે અને તેનું મુખ્યાલય દમણ થવાની સંભાવના છે. હાલ આ બંને સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલ પટેલ વહીવટ સાંભળે છે.

દમણ દીવ અને દાદરાનગર હવેલીને એક જ પ્રશાસન નીચે લાવવાની વાત 2 મહિના પહેલા ખૂબ જ જોરશોરથી સંભળાઈ હતી. જે સમયે પ્રશાસક પ્રફુલ પટેલે આ અંગે તેઓ અજાણ હોવાનું અંને તે બંને પ્રદેશના સાંસદ અને પાર્લામેન્ટ માં નક્કી થશે તેવું જણાવ્યું હતું.

દાદરા નગર હવેલી વનરાજીથી ઘેરાયેલો આદિવાસી પ્રદેશ છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. જ્યારે તેમની સામે દમણ અને દીવ સમુદ્ર કાંઠે આવેલો પ્રદેશ છે. આ પ્રદેશમાં મુખ્ય વ્યવસાય માછીમારીનો છે. જોકે બંને પ્રદેશો પ્રવાસન ક્ષેત્રે અગ્રીમ પ્રદેશ છે. એ જ રીતે બંને પ્રદેશના રીત રિવાજો અને રહેણી કરણીમાં પણ ઘણી અસમાનતા હોય સંઘપ્રદેશના વિલીનીકરણ અંગે બંને પ્રદેશના સ્થાનિક રાજકીય આગેવાનો, સમાજના આગેવાનો અને બુદ્ધિજીવીઓએ બંને પ્રદેશનાં એકીકરણ કરવા અંગે જે તે વખતે નારાજગી વ્યક્ત કરી હતી. હવે તેમની આ નારાજગી મોદી સરકારે ગણકારી નથી. અને આગામી દિવસોમાં બંને પ્રદેશ એક જ સંઘપ્રદેશમાં વિલીનીકરણ પામશે.

વિસ્તારની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ જોવા જઈએ તો, દાદરા નગર હવેલીનું ફુલ ક્ષેત્રફળ 491 ચોરસ કિલોમીટરનું છે. જેમાં 70 ગામ છે અને એક નગરપાલિકા આવેલી છે. કુલ વસ્તી 5,31,097 છે. જે માટે વાર્ષિક 1084 કરોડની બજેટની જોગવાઈ છે. પ્રદેશના છેવાડાના ગામથી મુખ્ય મથક સેલવાસનું અંતર 50-60 કિલોમીટર છે. કોઈપણ સરકારી કામ માટે આદિવાસી સમાજના કે અન્ય સમાજના લોકોએ સેલવાસ સુધી આવવું પડે છે. જો મુખ્યમથક દમણમાં બનાવાય તો દાદરા નગર હવેલીના લોકોએ વધારાનું 35 કિલોમીટરનું અંતર કાપવું પડશે. હાલ બંને પ્રદેશના ઉચ્ચ અધિકારી અને પ્રશાસક અઠવાડિયામાં બે વાર સેલવાસ આવેલ સચિવાલયમાં આવે છે.

દમણ-દિવનું કુલ ક્ષેત્રફળ 112 ચો. કી.મી. છે. કુલ વસ્તી 2,42,911 છે. જેમાં દમણ નું ક્ષેત્રફળ 72 ચો. કી.મી. અને વસ્તી 1,91,173 છે. દિવનું કુલ ક્ષેત્રફળ 40 ચોરસ કિલોમીટર છે. દિવની વસ્તી 52,000 આસપાસ છે. દેશ આઝાદ થયો ત્યારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દિવ પર પોર્ટુગીઝ શાસન હતું. ત્યાર બાદ 2જી ઓગસ્ટ 1954માં સ્થાનિક સ્વતંત્ર સેનાનીઓએ દાદરા નગર હવેલી ને મુક્ત કરાવ્યું હતું. 11 ઓગસ્ટ 1961માં દાદરા નગર હવેલી સંઘપ્રદેશ તરીકે અસ્તિત્વમાં આવ્યું. તો, અરબી સમુદ્ર કિનારે આવેલા દમણમાં દેશની આઝાદીના 14 વર્ષ પછી ભારત સરકારે લશ્કરી કાર્યવાહી કરીને 19મી ડિસેમ્બર 1961 ના રોજ આઝાદ કરી સંઘપ્રદેશ નો દરજ્જો આપ્યો.

દાદરા નગર હવેલીમાં એક લોકસભા સીટ છે. જે અપક્ષ સાંસદ મોહન ડેલકરે ગત લોકસભા ચૂંટણીમાં મેળવી છે. એ પહેલાં અહીં સતત 2 ટર્મ સુધી ભાજપના સાંસદ હતાં. દાદરા નગર હવેલીમાં સેલવાસ નગર પાલિકા ભાજપના ફાળે છે. જ્યારે જિલ્લા પંચાયત કોંગ્રેસ ફાળે છે.

એ જ રીતે દમણ-દિવમાં સતત ત્રણ ટર્મથી ભાજપના લાલુભાઈ પટેલ સાંસદ છે. દમણ-દિવ દરિયા કિનારે હોય પ્રવાસીઓનું માનીતું પ્રવાસન સ્થળ છે. દમણમાં દમણ અને દિવ એમ બે જિલ્લા છે. 2 નગરપાલિકા છે. 2 જિલ્લા પંચાયત છે. એ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલી ઔદ્યોગિક વિસ્તાર પણ છે. જેમાં મોટા ભાગે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ કાર્યરત છે.

Conclusion:ઉલ્લેખનીય છે કે, લોકસભામાં મહારાષ્ટ્રના મહાભારતને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સંઘપ્રદેશ દમણ-દીવ, દાદરા નગર હવેલીનું એકીકરણ કરી એક સંઘપ્રદેશ બનાવવાનું બિલ રાખવામાં આવ્યું નથી. ત્યારે હવે આ બિલ કેવું હશે અને તેમાં આ બંને પ્રદેશના લોકોને કેટલો ન્યાય મળશે તે તો બિલ પસાર થયા બાદ જ જાણવા મળશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.