દમણ: સેલવાસ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘન કચરાના વ્યવસ્થાપન માટે ખરડપાડા ગામે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ કાર્યરત કર્યો છે. આ પ્લાન્ટનો ખરડપાડા ગામના ગ્રામજનો તેમજ ગુજરાતના અંકલાસ સહિતના સરહદી ગામોના લોકો બે વર્ષથી વિરોધ કરતા આવ્યા છે. જે અંતર્ગત 24 મી સપ્ટેમ્બરે ખરડપાડા ગ્રામ પંચાયત ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં પોલ્યુશન કન્ટ્રોલ કમિટી, પ્લાન્ટનું હેન્ડલિંગ કરનાર મેસર્સ રુર્બન ક્લીનટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના અધિકારીઓએ આસપાસના ગામલોકો સાથે લોક સુનાવણી યોજી હતી. જોકે, લોક સુનાવણીમાં ગામ લોકોનો વિરોધ થતાં કલેકટરે 20 મીનિટ માટે હાજરી પુરાવી ગામની જે પણ સમસ્યા હશે. તે નિવારવા આવશે અને કાનૂની કાર્યવાહી કરીશું જેવી વાતો કરી સુનાવણીનો હવાલો RDC ને સોંપી રવાના થયા હતા.
અહીં તો લોક સુનાવણી રાખી સમસ્યા સાંભળવાને બદલે કલેક્ટર પોતે જ ચાલ્યા ગયા - MD of Rurban Pvt
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં સેલવાસ મ્યુનિસિપલના ઘન કચરાનું વ્યવસ્થાપન કરવા ખરડપાડા ગામે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરાયો છે. આ પ્લાન્ટનું બે વર્ષ પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ હવે બે વર્ષે સંઘપ્રદેશના અને ગુજરાતના સરહદી ગામોને પડતી સમસ્યાઓ અંગે લોક સુનાવણી યોજાઈ હતી. જેમાં ગામ લોકોએ અનેક સમસ્યાઓ રજૂ કરી ડમ્પિંગ સાઈટને ગામમાંથી અન્યત્ર ખસેડવા રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો હતો.