- ઝાલોદ બાયપાસ પર કાર અને પીકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત
- દારૂ ભરેલી ગાડીમાં અકસ્માતને પગલે આગ લાગતા અંદર બેઠેલા બે યુવાનો ભડથું
- ફાયર બ્રિગેડ અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
દાહોદ: ઝાલોદ નગર બહારથી પસાર થતા નેશનલ હાઈવે બાયપાસ પર કાર અને પીક-અપ વાન વચ્ચે ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ગાડીમાં આગ ફાટી નીકળતા અંદર સવાર બે યુવાનો સળગીને ભડથું થઈ ગયા હતા. બનાવને પગલે પોલીસ અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે.
ઝાલોદ બાયપાસ પર થયેલા અકસ્માતમાં દારૂ ભરેલી કારમાં લાગી આગ
દાહોદ જિલ્લાના ઝાલોદ નગર પાસેથી પસાર થતા નીમબાહેરા અલીરાજપુર નેશનલ હાઇવે બાયપાસ પણ સવારના સમયે પસાર થઇ રહેલા પીકઅપ વાન અને કાર વચ્ચે ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો. ધડાકાભેર થયેલા આ ગમખ્વાર અકસ્માતના પગલે ગાડીમાં એકાએક આગ ફાટી નીકળી હતી. કારમાં સવાર બે યુવકો બહાર નહીં નીકળી શકવાના કારણે ગાડીમાં સળગીને ભડથું થઈ જવા પામ્યા હતા. અકસ્માતની જાણ ફાયર બ્રિગેડ અને પોલીસને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવીને બચાવ કામગીરી હાથ ધરી હતી.
અકસ્માતમાં સળગી ગયેલા મૃતદેહને PM માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
અકસ્માતમાં સળગી ગયેલા મૃતદેહને PM માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સળગી ગયેલા બંને યુવકની ઓળખની તપાસ શરૂ કરવામાં આવી છે. પીકઅપ વાન અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં સળગી ગયેલા બંને યુવકોને હજુ સુધી પોલીસ ઓળખ કરી શકી નથી. આ યુવાનો કોણ હતા અને દારૂ ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.