દાહોદ: દાહોદમાં હાલ લોકડાઉનની સ્થતિ વચ્ચે કેટલાક વેપારીઓ દ્વારા લોકડાઉનનું ઉલ્લંઘન કરી પોતાના રોજગાર ધંધા ચાલુ રાખીને વેચાણ કરતા ઝડપાયા હતા. જે બાદ નગરપાલિકા દ્વારા વધુ બે દુકાનોને સીલ કરવામાં આવ્યું હતું. જેમાં સુપર માર્બલ તેમજ બિસ્મિલ્લાહ બેકરી નામની બે દુકાનો પાલિકા તંત્ર દ્વારા સીલ કરવામાં આવી છે.
શહેરના ચાકલીયા રોડ પર આવેેેલા સુપર માર્બલની દુકાન અને સ્ટેશન રોડના ઠક્કર ફળિયા વિસ્તારમાં આવેલા બિસ્મીલ્લાહ બેકરી એમ આ બંને દુકાનો સંચાલકો દ્વારા લોકડાઉન વચ્ચે પણ દુકાન ખુલ્લી રાખી ધંધો રોજગાર કરી રહ્યા હતા, જેની જાણકારી પાલિકાને થઇ હતી. જેથી દાહોદ પાલિકાના સત્તાધીશો ઉપરોક્ત બંન્ને દુકાનો ખાતે પહોંચી ગયા હતા જ્યા ભારે રકઝક બાદ પાલિકા તંત્રના સત્તાધીશો દ્વારા આ બંન્ને દુકાનો સીલ કરી દેવામાં આવી હતી.
આ અગાઉ ગઈકાલે જીઆ ફ્રેશ કોર્નરની દુકાનને પણ પાલિકા તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવી હતી. હાલ માત્ર આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની દુકાનો જેવી કે, અનાજ, કરીયાણા તેમજ મેડીકલ સ્ટોર્સને તે પણ તેના સમય અનુસાર છુટછાટ આપવામાં આવી છે.