ETV Bharat / state

દાહોદમાં લોકડાઉનનું ચુસ્ત પાલન, બચુભાઇ ખાબડ અને સાંસદ જસંવતસિંહ ભાભોર લીધી મુલાકાત - લોકડાઉનનું ચુસ્ત પાલન

દાહોદ જિલ્લાના નાગરિકો કોરોના વાઇરસને માત આપવા માટે લોકડાઉનનું ચુસ્ત પાલન કરી રહ્યાં છે, ત્યારે બચુભાઇ ખાબડ અને સાંસદ જસંવતસિંહ ભાભોર દેવગઢબારીયા તાલુકાની મુલાકાત લઇ લોકડાઉનના કપરા સમયમાં નાગરિકોની સ્થિતિથી અવગત થયા હતાં.

Tight compliance of lockdown in Dahod, Bachubhai Khabad and MP Jaswant Singh Bhabhor dahod visit
દાહોદમાં લોકડાઉનનું ચુસ્ત પાલન, બચુભાઇ ખાબડ અને સાંસદ જસંવતસિંહ ભાભોર લીધી મુલાકાત
author img

By

Published : Apr 13, 2020, 5:59 PM IST

દાહોદ: દાહોદ જિલ્લાના નાગરિકો કોરોના વાઇરસને માત આપવા માટે લોકડાઉનનું ચુસ્ત પાલન કરી રહ્યાં છે, ત્યારે જિલ્લામાં રાજ્ય કક્ષાના પ્રધાન બચુભાઇ ખાબડ અને સાંસદ જસંવતસિંહ ભાભોરે સામાન્ય લોકો લોકડાઉનથી જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે, તેમની સ્થિતિથી વાકેફ થઇ તેમને વર્તમાન સ્થિતિનો જોમભેર સામનો કરવા પ્રેરિત કર્યાં હતાં.

રાજ્યપ્રધાન બચુભાઈ ખાબડ અને સાંસદ જશવંતસિંહ ભાભોરે દેવગઢબારીયા તાલુકાની મુલાકાત લઇ લોકડાઉનના કપરા સમયમાં નાગરિકોની સ્થિતિથી અવગત થયા હતા. આ સાથે તાલુકામાં લોકડાઉનનું અસરકારક પાલન કરવામાં આવે છે કે નહીં, તેની સમીક્ષા કરી હતી. તેમણે સસ્તા રાશનની દુકાનોની પણ મુલાકાત લીધી હતી અને કાર્ડધારકોને રાશન યોગ્ય રીતે મળી રહે છે કે નહી, રાશનની ગુણવત્તા વગેરે બાબતે માહિતી મેળવી હતી. તેમણે નાગરિકોને આવશ્યક વસ્તુઓની ખરીદી વખતે માસ્ક પહેરવા માટે અને સામાજિક અંતર રાખવા જણાવ્યું હતું.

Tight compliance of lockdown in Dahod, Bachubhai Khabad and MP Jaswant Singh Bhabhor dahod visit
દાહોદમાં લોકડાઉનનું ચુસ્ત પાલન, બચુભાઇ ખાબડ અને સાંસદ જસંવતસિંહ ભાભોર લીધી મુલાકાત

નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા અને દવાઓ-રાશન ખરીદીમાં પણ હોમ ડિલીવરી જેવી સેવાઓનો લાભ લેવા જણાવ્યું હતું. રાજ્યપ્રધાન બચુભાઈ ખાબડે નાગરિકોને જણાવ્યું હતું કે, જિલ્લામાં રાશનનો પૂરતો જથ્થો સૌકોઇ માટે ઉપલબ્ધ છે. જીવનજરૂરીયાતની તમામ વસ્તુઓ સરળતાથી મળતી રહે તે માટે બધી જ વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે.

સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, નાગરિકોએ કોરોનાને હરાવવા માટે લોકડાઉનના પાલનમાં સંપૂર્ણ સહયોગ આપવો જોઇએ. શાકભાજી કરીયાણા ખરીદી વખતે પણ માસ્ક પહેરવું, સામાજિક અંતર રાખવું ખૂબ જરૂરી છે. આ મુલાકાત સમયે દેવગઢ બારીયાના મામલતદાર, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.