ETV Bharat / state

દાહોદમાં વધુ 2 કોરોનાના કેસ સાથે કુલ આંકડો 56 પહોંચ્યો, સંક્રમિત દર્દીઓની સંખ્યા 10

વૈશ્વિક મહામારી કોરોનાને રોકાવા માટે તંત્ર દ્વારા અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. છતા બધા પ્રત્નો વ્યર્થ જઇ રહ્યા છે, ત્યારે દાહોદ જિલ્લામાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ આવતા કુલ આંકડો 56 પર પહોંચ્યો છે.

author img

By

Published : Jul 1, 2020, 10:01 PM IST

 દાહોદમાં વધુ 2 કોરોનાના કેસ સાથે કુલ આંકડો 56 પહોંચ્યો , સંક્રમિત દર્દીઓ સંખ્યા 10

દાહોદઃ જિલ્લામાં વધુ 2 કોરોના પોઝિટિવ દર્દી સાથે કુલ આંકડો 56 પર પહોંચ્યો છે, જ્યારે સંક્રમિત 10 એક્ટિવ કેસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

દાહોદ, આરોગ્ય વિભાગ દ્વારા મોકલવામાં આવેલા 94 સેમ્પલો લેબોરેટરીમાં પરિક્ષણ થયા બાદ 92 સેમ્પલો નેગેટિવ આવ્યા હતા. જ્યારે 2 સેમ્પલ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ સહિત જિલ્લા વહીવટી તંત્રમાં હલચલ મચી ગઇ છે.

તંત્ર દ્વારા પોઝિટિવ દર્દીના ટ્રાવેલ્સ હિસ્ટ્રીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંકડો 56 પર પહોંચ્યો છે. કોરોના સક્રમિત 10 એક્ટિવ કેસ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

દાહોદ જિલ્લામાં કોરોના મહામારીને નાથવા માટે સક્રિયપણે કામગીરી બજાવી રહેલા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના શંકાસ્પદ લક્ષણ ધરાવતા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ પરીક્ષણ માટે લેવામાં આવી રહ્યા છે.

જે પરીક્ષણમાં મોકલેલા 94 સેમ્પલ લેબોરેટરીમાં ચકાસણી થયા બાદ 92 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. જ્યારે 2 સેમ્પલો પોઝિટિવ આવ્યા હતા. જે પૈકી કોરોના પોઝિટિવ આવેલા વિનોદભાઈ દેવદા લુણાવાડા ખાતેથી દાહોદ ખાતે આવ્યા હતા અને જશવંતભાઈ પરમાર કર્ણાટકથી દાહોદ આવ્યા હતા.

આરોગ્ય વિભાગે હાલ કોરોના પોઝિટિવ આવેલા બન્ને દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી તેમજ તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ આદરી તેઓને ક્વોરેન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે. તેમજ નાના ડબગરવાડ તેમજ જેસાવાડા ગામના આસપાસના વિસ્તારોને સેનેટાઈઝર સહિત દવાના છંટકાવની કામગીરીમાં પણ જોડવામાં આવ્યા છે.

દાહોદમાં અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝિટિવના 56 કેસો નોંધાયા છે. જે પૈકી 45 દર્દીઓ કોરોના મુક્ત થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમજ કોરોનાના લીધે એકનું મૃત્યુ થતાં હાલ કોરોના સંક્રમિત એક્ટિવ કુલ 10 કેસ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.