દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઉપરવાસમાં ખાબકેલા ભારે વરસાદને પગલે રતન મહાલથી પાનમ તરફ જવાના રસ્તા પરના નાળા પર પાણી ફરી વળ્યાં હતા. ભારે વરસાદને પગલે નાળુ ધોવાઈ જતા ભીંડોલ, પાનમ, ભાણપુર, અલીન્દ્રા, ભવેૂરો સહિત 10 જેટલા ગામડાઓનો વાહન વ્યવહાર સદંતર ઠપ્પ થઇ ગયો છે. જેનાથી પ્રવાસન વિભાગને પણ આર્થિક નુકશાન થયુ છે.
નાળુ તુટી જવાથી કોઈ દુર્ઘટના ન સર્જાય એ માટે વહીવટીતંત્રના અધિકારીઓ ઘટના સ્થળે જ દોડી આવ્યા હતાં. લીમખેડા પ્રાંત અધિકારી, ધાનપુર મામલતદાર, ધાનપુર તાલુકા વિકાસ અધિકારી અને ગામ પોલીસ મથકના પી.એસ.આઇ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ગામડાઓમાં આવેલી શાળાઓ ના શિક્ષકો પણ સામે કાંઠે જઇ શક્યા ન હોવાથી શાળાઓ પણ બંધ રહી હતી.