ઝાલોદ તાલુકાના મુવાડા ગામે રાયણ ફળિયામાં રહેતા 32 વર્ષીય સુરેશભાઈ ભીમજીભાઈ ભાભોરની દાહોદ શહેરના બી કેબીન પાસે આવેલી રેલવે કોલોનીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ રેલ્વે પોલીસને થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો.
મૃતદેહને નજીકની હોસ્પિલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. હાલ જ્યારે આ ઘટના સંદર્ભે નગરજનો તથા ઉપસ્થિત લોકોમાં અનેક તર્ક વિતર્કો વહેતા થયા હતા.લોકોમાં ચર્ચાના પ્રમાણે આ યુવકે ટાંકી પરથી કુદી આત્મહત્યા કરી હશે કે પછી તેની હત્યા કરી દેવામાં આવી હશે? જેવા અનેક પ્રશ્નો લોકમાનસમાં ઉદ્ભવ્યા હતા.