ETV Bharat / state

દાહોદ કોલેજમાં પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓના ધરણા, ભાજપ-કોંગ્રેસે વિદ્યાર્થીઓની માંગમાં શૂર પુરાવ્યો - Students strike

દાહોદઃ આદિવાસીનું વર્ચસ્વ ધરાવતા દાહોદ જિલ્લામાં આશરે 400 જેટલા વિદ્યાર્થીઓ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવાથી વંચિત રહી ગયા છે. વારંવાર રજૂઆતો છતાં ભણવા માટે કોલેજમાં પ્રવેશ નહીં મળતા દાહોદ કોલેજના ગેટ પર વિદ્યાર્થીઓ સાથે ભાજપ-કોંગ્રેસના પદાધિકારીઓ એક મંચ પર બેસી પ્રવેશની માંગ સાથે ધરણા યોજ્યા હતા.

વિદ્યાર્થીઓના ધરણા
author img

By

Published : Jul 18, 2019, 10:17 PM IST

ત્રણ રાજ્યોની સરહદે આવેલ આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના ગ્રામીણ પંથકમાં અભ્યાસ કરતા બાળકો ધોરણ 12 ની પરીક્ષા પાસ કર્યા બાદ જિલ્લાની કોલેજોમાં પ્રવેશ માટે પ્રવેશ ફોર્મ ભર્યા હતા. તો કેટલાક વિદ્યાર્થીઓને નોલેજના અભાવે તેમજ સર્વર પ્રોબ્લેમના કારણે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ન ભરી શકતા આશરે 400 જેટલા વિદ્યાર્થીઓ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશથી વંચિત રહી ગયા હતા.

રાજ્ય સરકાર દ્વારા એક બાજુ શિક્ષણથી કોઈ વંચિત નહીં રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ કોલેજમાં ભણવાની ઈચ્છા રાખનાર વિદ્યાર્થીઓ એડમિશન માટે ફાંફાં મારી રહ્યા છે. કોલેજમાં વારંવાર ધક્કા ખાઇને થાકી ગયેલા વિદ્યાર્થીઓ એડમિશન મળે તે માટે જિલ્લા કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યું હતું. તેમજ 18મી સુધી એડમિશન નહીં મળે તો, ધરણા યોજવામાં માટે વાલીઓ અને વિવિધ સંગઠનોએ ચીમકી પણ આપી હતી.

દાહોદમાં કોલેજ એડમિશન માટે વિદ્યાર્થીઓના ધરણા

ત્યારે સમયમર્યાદાનુ અલ્ટિમેટમ છતાં પણ વિદ્યાર્થીઓને કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ નહીં મળતાં આજે ઝાલોદ રોડ પર આવેલ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ગેટ પર ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા છે. આદિવાસી વિદ્યાર્થીઓના શિક્ષણનો પ્રશ્ન હોવાથી ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોના આગેવાનો એક મંચ પર જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓના ધરણાને કારણે કોલેજમાં ભણવા આવેલા અન્ય વિદ્યાર્થીઓ રજા લઈ ઘરે જતા જોવા મળ્યા હતા. સાથે જ ધરણા કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Intro:દાહોદ નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ગેટ ઉપર એડમિશન માટે વિદ્યાર્થી અને વાલીઓએ ધરણા યોજ્યા

આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લા પંથકના આશરે ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ થી વંચિત રહી જવા પામ્યા છે વારંવાર રજૂઆતો છતાં ભણવા માટે કોલેજમાં પ્રવેશ નહીં મળતા દાહોદ કોલેજના ગેટ પર વિદ્યાર્થીઓ સાથે ભાજપ-કોંગ્રેસના પદાધિકારીઓ એક મંચ પર આવી કોલેજ ના પ્રથમ વર્ષમાં પ્રવેશ આપવા ની માંગ સાથે ધરણા યોજી હતીBody:ત્રણ રાજ્યોને ત્રિભેટે આવેલ આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લા ના ગ્રામીણ પંથકમાં અભ્યાસ કરતા બાળકો ધોરણ 12 ની પરીક્ષા પાસ કર્યા બાદ જિલ્લાની કોલેજોમાં પ્રવેશ માટે પ્રવેશ ફોર્મ ભર્યા હતા તો કેટલાક વિદ્યાર્થીઓ નોલેજ ના અભાવે તેમજ સર્વર પ્રોબ્લેમ ના કારણે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શક્યા ન શકવા સહિત વિવિધ કારણે દાહોદ પંથકના આશરે ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવાથી વંચિત રહી જવા પામ્યા છે રાજ્ય સરકાર દ્વારા એક બાજુ શિક્ષણ થી કોઈ વંચિત નહીં રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ કોલેજમાં ભણવાની ઈચ્છા રાખનાર વિદ્યાર્થીઓને એડમિશન માટે ફાફા મારવા ની ફરજ પડી રહી છે કોલેજમાં વારંવાર ધક્કા ખાઇને થાકી ગયેલા વિદ્યાર્થીઓએ એડમિશન મળે તે માટે જિલ્લા કલેકટરને પણ આવેદનપત્ર આપ્યું હતું તેમજ ૧૮મી સુધી એડમિશન નહીં મળે તો ધરણા યોજવામાં માટે વાલીઓ અને વિવિધ સંગઠનોએ ચીમકી આપી હતી સમયમર્યાદાનુ અલ્ટિમેટમ છતાં પણ વિદ્યાર્થીઓને કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ નહીં મળતાં આજરોજ ઝાલોદ રોડ પર આવેલ નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ગેટ પર ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા છે આદિવાસી વિદ્યાર્થીઓના શિક્ષણ નો પ્રશ્ન હોય ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોના આગેવાનો એક મંચ પર જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓના ધારણા ના કારણે કોલેજમાં ભણવા આવેલા અન્ય વિદ્યાર્થીઓ રજા કરી ઘરે જતા જોવા મળ્યા હતા ધરણા કાર્યક્રમ ને લઈને તંત્ર દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

બાઇટ- દાહોદ એપીએમસી ચેરમેન કનૈયાલાલ કિશોરીConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.