ETV Bharat / state

દાહોદમાં આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં કરાશે પ્રજાસત્તાક પર્વની ઉજવણી

રાજ્યકક્ષાનાં ૭૨માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું કોવિડ-19 માર્ગદર્શિકાને અનુરૂપ આયોજન કરવામાં આવ્યું છે.સમગ્ર કાર્યક્રમ પોલીસની તકેદારીમાં માત્ર આમંત્રિતોની ઉપસ્થિતીમાં પાર પાડવામાં આવશે.

દાહોદ
દાહોદ
author img

By

Published : Jan 25, 2021, 1:52 PM IST

  • મુખ્યપ્રધાન અને રાજ્યપાલની ઉપસ્થિતીમાં થશે ધ્વજવંદન
  • માત્ર આમંત્રણ પત્રિકા ધરાવતા લોકોને જ પ્રવેશ
  • કલર કોડ મુજબ પ્રવેશ અપાશે અને વાહનો પાર્ક કરાશે

દાહોદ: રાજ્યકક્ષાનાં ૭૨માં પ્રજાસત્તાક દિનની ઉજવણી દાહોદના નવજીવન આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના મેદાનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. કોરોના વાયરસ અંગે સરકાર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા પ્રમાણે માત્ર આમંત્રિતોની ઉપસ્થિતિમાં જ આ ઉજવણી કરવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

દાહોદ
દાહોદ
કોરોનાની પરિસ્થિતીમાં આમંત્રિતોની સંખ્યા પર નિયંત્રણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસ અંગે સરકાર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાને અનુરૂપ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમની ઉજવણી કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને કાર્યક્રમમાં પ્રત્યક્ષ ઉપસ્થિતિની સંખ્યા પર નિયંત્રણ રાખીને કરવામાં આવે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
દાહોદ
દાહોદ

પોલીસ કરાવશે કોવિડ-19 માર્ગદર્શિકાનું ચૂસ્ત પાલન
જિલ્લા કલેક્ટર વિજય ખરાડીનાં કહેવા મુજબ, તા.૨૬ના રોજ આમંત્રિતોને સવારના ૮.૩૦ વાગ્યા પહેલા કાર્યક્રમ સ્થળે પ્રવેશ મેળવી લેવાનો રહેશે. માત્ર આમંત્રિતોને કાર્યક્રમના સ્થળે પ્રવેશ આપવામાં આવશે. ઉક્ત બાબતે કલેક્ટર વિજય ખરાડી અને એસપી હિતેશ જોયસરે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, કોરોના વાયરસ અંગે સરકાર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાને અનુરૂપ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે અને બેઠક વ્યવસ્થા પણ તેને અનુરૂપ ગોઠવવામાં આવી છે. ઉપસ્થિતોની સંખ્યા પણ બહુ જ મર્યાદિત રખાઈ છે. પ્રવેશ માટે બે દ્વારમાંથી માત્ર આમંત્રણ પત્રિકા ધરાવતા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે અને આ બાબતનું ચોક્કસાઇથી પોલીસ દ્વારા પાલન કરાવવામાં આવશે.

કલર-કોડ મુજબ વાહનો પાર્ક કરવામાં આવશે
પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે કોલેજ ગ્રાઉન્ડ પર આવનાર આમંત્રિતો માટે કલર કોડ પ્રમાણે પ્રવેશ દ્વાર રાખવામાં આવ્યા છે અને એ જ પ્રમાણે વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રેડ કલર માટે રેલ્વેના મેદાનમાં, ગોલ્ડન અને સિલ્વર કલર માટે પોલીટેકનિક કોલેજ તથા ઇજનેરી કોલેજના મેદાનમાં વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

માર્ગદર્શિકાનાં પાલનમાં આમંત્રિતોનો સહયોગ અનિવાર્ય
સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોરોના અંગે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકામાં ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આમંત્રિતો પણ પ્રવેશ વખતે સામાજિક અંતરનું પાલન કરે એ જરૂરી છે સાથે જ માસ્ક પહેરવું પણ ફરજિયાત છે. પાણી પીવા સમયે અથવા અન્ય કોઇ પ્રસંગે પણ કાર્યક્રમના સ્થળે સામાજિક અંતરનું પાલન કરવાનું રહેશે. ઉપરાંત સેનિટાઇઝરના ઉપયોગથી વારંવાર હાથ સાફ કરતા રહેવું પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.