ETV Bharat / state

દાહોદમાં ગેરકાયદેસર બિયારણનું વેચાણ અટકાવવા વહીવટી તંત્ર એલર્ટ

દાહોદઃ આદિવાસી બાહુલ્ય દાહોદ જિલ્લામાં વર્ષાઋતુના આરંભે ખેડૂતોએ વાવણી કરવા માટે રાસાયણિક ખાતરોની ખરીદી શરૂ કરી દીધી છે. તેવામાં નકલી બિયારણ અને ખાતરનું વેચાણ અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યાં છે. જેમાં પરવાના વિના વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી તંત્ર દ્વારા દર્શાવાઈ છે.

ુે
author img

By

Published : Jun 29, 2019, 8:39 AM IST

દાહોદ જિલ્લામાં વરસાદના આગમન બાદ ધરતીપુત્રો ચોમાસુ પાકની વાવણી કરી રહ્યાં છે, ત્યારે તેઓને ખેતી માટે ખેત ઓજાર, બિયારણ, રાસાયણિક દવા અને ખાતરની ખરીદી કરવાની હોય છે. સમયસર ખેતી માટે ખેડૂતો વિક્રેતાઓને ત્યાંથી બિયારણ ખરીદી રહ્યાં છે. તેવામાં રૂપિયા કમાઈ લેવાની લાલસાથી વિક્રેતાઓ દ્વારા નકલી બિયારણ પધરાવી દેવામાં આવે છે.

દાહોદમાં ગેરકાયદેસર બિયારણનું વેચાણ અટકાવવા વહીવટી તંત્ર એલર્ટ
દાહોદમાં ગેરકાયદેસર બિયારણનું વેચાણ અટકાવવા વહીવટી તંત્ર એલર્ટ

આ અંગે જિલ્લા વહીવટી તંત્રને જાણ થતા તંત્ર દ્વારા પરવાના વિના ખેત સામગ્રીનું વેચાણ કરતા વેપારીઓ પર તવાઈ બોલાવાઈ છે. તંત્ર દ્વારા વિવિધ ટીમો બનાવી વિક્રેતાઓેને ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યાં છે. જેમાં ગેરરીતી જણાતાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, ખેડૂતોને શુદ્ઘ, ખાતરીવાળુ અને પ્રામાણિત બિયારણ અને ખાતર મળી રહે તે માટે અધિનિયમ-1966 અનુસાર આ તમામ વસ્તુઓનું ફક્ત કાયદેસર રીતે જ વેચાણ કરી શકાશે. આ માટે પરવાનેદારે પોતાના પરવાના નંબર, તેમજ તેમની પાસે ઉપલ્બ્ધ સામગ્રીનો જથ્થો, વજન અને તેના ભાવની વિગતો દુકાનની બહાર પ્રદર્શિત કરવાની રહેશે.

બિનગુણવત્તાયુક્ત બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓના વેચાણથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થાય છે. જેથી જિલ્લામાં પરવાના વગર કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેનું વેચાણ કરી શકશે નહીં. પરવાનેદાર નિયત ભાવથી વધારે, એક્સપાયરી ડેટના તથા નિયત વજનથી ઓછા વજનમાં આ સામગ્રીનું વેચાણ કરી નહીં શકે. તેમજ જો કોઈ આ નિયમો વિરુદ્ઘ વેચાણ કરતું હોય તો તેની જાણ જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ નિયામકને (વિસ્તરણ) કરવાની રહેશે. તેમજ ગેરકાયદેસર વેચાણ કરતા વેપારીઓ સામે બિયારણ અધિનિયમ-1966 અન્વયે ફોજદારી અધિનિયમ અનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા કલેક્ટરની અખબારી યાદીમાં જણાવ્યું છે.

R_gj_dhd_01_28_biyaran_av_maheshdamor

પરવાના વગર કોઇપણ વ્યક્તિ-સંસ્થા બિયારણ ખાતર અને જંતુનાશક દવાઓનું વેચાણ કરી શકશે નહી
પરવાનેદારે જરૂરી વિગતો દુકાનની બહાર બોર્ડ પર પ્રદર્શિત કરવાની રહેશે
ગેરકાયદેસર વેચાણ કરતાં ઇસમો-સંસ્થાઓ સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે
 – કલેક્ટર વિજય ખરાડી
દાહોદ, આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જીલ્લા વર્ષાઋતુ ના આરંભ સાથે ખેડૂતો રાસાયણિક ખાતરો ની ખરીદી માં જોડાઈ ગયેલા છે ત્યારે જિલ્લાભરમાં નકલી બિયારણ દવા અને ખાતર નું વેચાણ કરનાર નેતાઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતા વહીવટીતંત્ર દ્વારા રેડ પાડવાનું શરૂ કરાયું છે ગેરકાયદે પરવાના વિના બિયારણ ખાતર નું વેચાણ કરનારા વેપારીઓને સામે કડક પગલાં ભરવાનો જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે

દાહોદ જિલ્લામાં ચોમાસુ ઋતુ નો આરંભ થવા થી ધરતીપુત્રો દ્વારા બજારમાં આવેલ ખેત સામગ્રી વેચાણ કેન્દ્ર પર ખેત ઓજાર બિયારણ રાસાયણિક દવા અને ખાતર ની ખરીદી માટે લાંબી કતારો જોવા મળી રહી છે સમયસર ની ખેતી કરવા માટે ખેડૂતો વિક્રેતાઓને ત્યાં થી બિયારણ ખરીદી રહ્યા છે ત્યારે રૂપિયા કમાઈ લેવાની લાલચમાં કેટલાક વિક્રેતાઓ બ્રાન્ડેડ રણની વચમાં નકલી બિયારણ નું ધૂમ વેચાણ કરી રહ્યા હોવાની જિલ્લા વહીવટીતંત્રને ધ્યાને આવ્યો હોવાનું જાણવા મળ્યું છે જેના કારણે તંત્ર દ્વારા વિવિધ ટીમો બનાવીને જિલ્લાભરમાં ગેરકાયદેસર પરવાના વિના ખેત સામગ્રીનો વેચાણ કરતાં વિક્રેતાઓને ત્યાં આકસ્મિક દરોડા પાડીને બિયારણોનો જથ્થો પણ સીલ કરવામાં આવી રહ્યો છે જિલ્લા કલેકટર વિજય ખરાડી જણાવ્યું કે  ખેડૂતોને શુધ્ધ, ખાત્રીવાળું અને પ્રમાણિત બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ મળી રહે તેના માટે બિયારણ અધિનિયમ-૧૯૬૬, જંતુનાશક દવા અધિનિયમ -૧૯૬૮ અને ૧૯૭૧ તથા ફર્ટીલાઇઝર કંટ્રોલ અધિનિયમ -૧૯૮૫ અમલમાં છે.જિલ્લામાં ખેડૂતોને ગુણવત્તાયુક્ત અને માન્ય બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ મળી રહે તે હેતુથી તથા તેના વેચાણ માટે ઉપરોક્ત અધિનિયમ હેઠળ પરવાના આપવામાં આવ્યા છે.  પરવાનેદાર  જ ખેડૂતોને કાયદેસર વેચાણ કરી શકશે અને પરવાનેદારે તેઓના પરવાના નંબર, તેમજ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓના ઉપલબ્ધ જથ્થા, વજન અને તેના ભાવની વિગતો દુકાનની બહાર બોર્ડ પર પ્રદર્શિત કરવાની રહેશે. બિનગુણવત્તાયુકત બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓના વેચાણથી ખેડૂતોને મોટુ આર્થિક નુકશાન થાય છે, જેથી જિલ્લામાં પરવાના વગર કોઇપણ વ્યક્તિ કે સંસ્થા તેનું વેચાણ કરી શકશે નહી. માન્યતા પ્રાપ્ત બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ સિવાયનું વેચાણ કરી શકાશે નહી. પરવાનેદાર નિયત ભાવથી વધારે, એકસપાયરી ડેટના તથા નિયત વજનથી ઓછા વજનના બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનું વેચાણ કરી શકાશે નહી.જિલ્લામાં ઉપર મુજબ ગેરકાયદેસર વેચાણ કરતાં ઇસમો કે સંસ્થાઓની જાણ જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ નિયામક (વિસ્તરણ), ગ્રામ સેવકને કરવાની રહેશે. અને તેવા ઇસમો કે સંસ્થાઓની સામે બિયારણ અધિનિયમ-૧૯૬૬, જંતુનાશક દવા અધિનિયમ-૧૯૬૮ અને ૧૯૭૧ તથા ફર્ટીલાઇઝર કંટ્રોલ અધિનિયમ-૧૯૮૫ અને ભારતના ફોજદારી અધિનિયમ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.