ETV Bharat / state

અનાજ વિતરણમાં ગેરરીતિ આચરનારાના વિરુદ્ધ તંત્રની લાલ આંખ, 18 દુકાનોને ફટકારી નોટિસ

દાહોદ જિલ્લામાં આવેલી પંડિત દિનદયાલ સસ્તા અનાજની દુકાનો પર રાશન કાર્ડધારકોને વિતરણ કરવામાં આવેલો અનાજના જથ્થામાં ગેરરીતિ આચર્યાની બૂમો ઉઠતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. જેમાં જિલ્લાની 5 દુકાનોના ત્રણ માસ માટે પરવાના રદ કરાયા છે, જ્યારે 18 દુકાનોને કારણદર્શક નોટિસ પાઠવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

દાહોદમાં વિતરણ દરમિયાન ગેરરીતિ આચરનાર પરવાના 90 દિવસ માટે કરાયા રદ, જ્યારે 18 દુકાન સંચાલકોને કારણદર્શક નોટીસો ફટકારાઈ

author img

By

Published : Apr 11, 2020, 10:25 AM IST

દાહોદઃ જિલ્લામાં વસવાટ કરતા 72265 રેશનકાર્ડ ધારકો અને અગ્રતા ક્રમ ધરાવતા APL-1 અને BPL મળીને 1,82,131 રેશનકાર્ડ ધારકોને એપ્રિલ માસની શરૂઆતમાં નિશુલ્ક અનાજનો જથ્થો દુકાન પરથી વિતરણ કરવા કહેવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા પ્રાથમિક શિક્ષક અને પોલીસની ઉપસ્થિતિમાં જથ્થો વિતરણ કરવામાં આવ્યો હતો, તે જ દિવસથી જિલ્લાની વિવિધ સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિ આચરવામાં આવી રહી છે.

રાશન કાર્ડધારકોને નિયત માત્રા કરતા ઓછો અનાજનો જથ્થો વિતરણ કરાયા હોવાના વિડીયો વાયરલ થયા હતા તેમજ ફરિયાદો ઉઠવા પામી હતી, જેના કારણે તંત્ર દ્વારા આ ફરિયાદના નિવારણ માટે 10 નાયબ મામલતદાર અને 10 કારકુનો મળી વીસ જણાની ટીમો બનાવી ગેરરીતિની ઉઠેલી ફરિયાદો વાળી દુકાનો પર ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

આ ચકાસણી દરમિયાન ગ્રાહકોને ઓછો જથ્થો આપી ગેરરીતિ આચરનાર દેવગઢ બારિયા તાલુકાના ઉધાવળા ગામના બારીયા આરાત સિંહ, મંગળ સિહ, ગરબાડાના સીમાલીયા બુજર્ગના ભુરીયા રૂપ સિહ કીડીયાભાઈ, દાહોદના મુવાલિયા-1ના મીનામ હિંમત સિહ સૂરપાળ ભાઈ, ઝાલોદ તાલુકાના રાણીયાથી પુરાના બારીયા રાજેશ રમેશભાઈ અને મલવાસી ગામના ડામોર વેલજીભાઈ માલજીભાઇની દુકાનના પરવાના 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય દુકાનોમાં પણ વિતરણ દરમિયાન ક્ષતિઓ જોવાતા તપાસ ટીમો દ્વારા કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.