ETV Bharat / state

દાહોદમાં ફરજિયાત માસ્ક પહેરવા તંત્ર દ્વારા આદેશ, નિયમનો ભંગ કરનારા સામે 250 થી 500નો દંડ - 3 positive cases of corona virus in Dahod district

દાહોદ જિલ્લાની ગ્રામ પંચાયતોના નાગરિકોને ફરજિયાત માસ્ક પહેરવા તંત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જે લોકો આ નિયમનો ઉલ્લંઘન કરશે તેની પાસેથી 250 થી 500 સુધીનો દંડ વસુલ કરવામાં આવશે.

દાહોદમાં ફરજીયાત માસ્ક પહેરવા તંત્ર દ્વારા આદેશ, નિયમનો ભંગ કરનારા સામે 200 થી 500નો દંડ

author img

By

Published : Apr 16, 2020, 5:30 PM IST

Updated : Apr 16, 2020, 6:15 PM IST

દાહોદઃ જિલ્લાની ગ્રામ પંચાયતોના નાગરિકોને માસ્ક પહેરવું ફરજિયાત, માસ્ક નહી પહેરે તો રૂપિયા 250 થી 500 સુધીનો દંડ કરાશે.

દાહોદમાં ફરજીયાત માસ્ક પહેરવા તંત્ર દ્વારા આદેશ, નિયમનો ભંગ કરનારા સામે 200 થી 500નો દંડ
દાહોદમાં ફરજીયાત માસ્ક પહેરવા તંત્ર દ્વારા આદેશ, નિયમનો ભંગ કરનારા સામે 200 થી 500નો દંડ
ત્રણ રાજ્યોની ત્રિભેટે આવેલા દાહોદ જિલ્લામાં કોરોના વાઈરસના 3 પોઝિટિવ કેસ અસ્તિત્વમાં આવતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. તેવા સમયે ગ્રામ્ય પંથકમાં આ વાઈરસ વકરતો અટકાવવા માટે તંત્ર દ્વારા તમામ ગ્રામ પંચાયતના લોકોને ફરજીયાત માસ્ક પહેરવાનો આદેશ કરાયો છે. તેનું ઉલ્લંઘન કરનારને રૂપિયા 250 થી 500 રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે. વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા કોરોના વાઇરસ COVID - 19 ને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલી છે. તેમજ સરકાર દ્વારા જરૂરી પગલા લેવા નિર્દેશ આપવામાં આવ્યા છે. જેથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ દરેક ગ્રામ પંચાયતના વિસ્તારોમાં માસ્ક ફરજીયાત કરવામાં આવેલા છે.

સાવચેતીના પગલા રૂપે તેમજ જાહેર આરોગ્યની સુરક્ષાને ધ્યાને લઇ દાહોદ જિલ્લાની ગ્રામપંચાયત વિસ્તારમાં દરેક વ્યક્તિઓ ફરજીયાત રૂપે માસ્ક પહેરી મોં અને નાકને ઢાંકીને રાખે ગ્રામપંચાયત દ્વારા આ બાબતે ફરજિયાત પાલન કરવા અંગે જાહેરાત કરવામાં આવી છે.

ઉપરોક્ત જાહેરાત છતાં તેનું પાલન નહીં કરનાર વ્યક્તિ પાસેથી દંડ ઉઘરાવવામાં આવશે. તેમ છતાં તેનું પાલન નહીં કરે તો બીજી વખત રૂપિયા 500 લેખે ફરજિયાત દંડ કરવામાં આવશે. આ દંડ ઉઘરાવાની કામગીરી તલાટી કમ મંત્રીએ કરવાની રહેશે આ શિક્ષાત્મક દંડની રકમ ગ્રામપંચાયત સ્વભંડોળ ખાતે જમા લેવાની રહેશે . ઉક્ત આદેશનું પાલન ગ્રામ્ય કક્ષાએ ખુબજ સખતાઈથી કરાવવા તાલુકા વિકાસ અધિકારીને તાકીદ કરવામાં આવી છે.

Last Updated : Apr 16, 2020, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.