દાહોદઃ દાહોદ જિલ્લાના ડુંગરી ગામના રહેવાસી અને સુરતથી પરત વતન આવેલા સુખરામભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. આ સાથે જ જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 48 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા 6 છે.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ડુંગરી ગામના થાલા ફળિયામાં રહેતા સુખરામ બાબુભાઈ નિનામા 15 જૂનના રોજ સુરતથી આવ્યાની માહિતી આરોગ્ય તંત્રને થતાં તેમને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ તેમનો સેમ્પલ લઈ પરિક્ષણ માટે મોકલવામાં આવ્યો હતો. જેમાં તેમને કોરોનાની બિમારી હોવાનું સામે આવ્યું છે.
આરોગ્ય વિભાગને આ અંગે જાણ થતા આરોગ્ય વિભાગે તાત્કાલિક સુખરામભાઈને જાણ કરી તેમની ટ્રાવેલ્સ હિસ્ટ્રી મેળવી હતી. તેમજ સુખરામભાઈને સારવાર માટે દાહોદની કોરોના હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. સુખરામભાઈની સાથે રહેતા અને તેમના સંપર્કમાં આવેલા લોકોની હિસ્ટ્રી આરોગ્ય વિભાગ દ્વારા મેળવવામાં આવી રહી છે. તેમની ટ્રાવેલ હિસ્ટ્રી મળ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સુખરામભાઈના રહેણાંકમાં સેનિટાઈઝીંગ સહિતની કામગીરી કરવામાં આવી છે.