ETV Bharat / state

દાહોદ પોલીસની મોટી સફળતા, જેલમાંથી ભાગેલા 13માંથી 9 કેદી ઝડપાયા

દાહોદના દેવગઢ બારીયા સબ જેલમાંથી દીવાલ કુદીને નાસી છૂટેલ 13 ખુંખાર કેદીઓ પૈકી 9ને 1 સપ્તાહમાં ઝડપીને જેલ ભેગા કર્યા છે.

jail
psn
author img

By

Published : May 6, 2020, 12:39 AM IST

દાહોદ: દેવગઢ બારીયા સબ જેલમાંથી રાત્રીના સમયે એક બેરેકના બે- રૂમના તાળા તોડી લૂટ, ઘાડ, ઘરફોડ ચોરી, મર્ડર, દુષ્કર્મ જેવા ગંભીર ગુનાના- 13 ખુંખાર કાચા કામના કેદીઓ દીવાલ કૂદી નાસી છૂટ્યા હતા.

આ 13 પૈકી 9 કેદીઓને દાહોદ જિલ્લાની જુદી જુદી પોલીસની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરી ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.
ગુજરાત સ્થાપના દિન નિમિત્તે દાહોદ જિલ્લાની દેવગઢ બારિયા સબજેલમાંથી રાત્રિ દરમિયાન 11 ખૂંખાર આરોપી જેલની બહાર દોડી અને સબ જેલની દિવાલો કૂદીને ફરાર થઈ ગયા હતા.

આ ફરાર કેદીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા જુદા જુદા પોલીસ સ્ટેશનો ના સ્ટાફ અને વિવિધ પોલીસ એજન્સીને કામે લગાડી હતી, પોલીસની જુદીજુદી ટીમો બનાવી નાસી છૂટેલા જેલ ફરારી કેદીઓના આશ્રય સ્થાનો ઉપર અસરકારક કોમ્બીંગ હાથ ધરી અને આ ટીમો સતત રાત દિવસ જંગલ ડુંગરાળ વિસ્તારમાં કેદીઓને ઝડપી પાડવા સતત કાર્યરત બનીને જિલ્લા પોલીસ વડા હિતેશના માર્ગદર્શન હેઠળ આ 13 પૈકી 9 કેદીઓને ઝડપી પાડ્યા છે.

  1. હિંમતભાઇ રૂપસીંગ બારીયા
  2. કનુભાઈ ઉર્ફે કિશનભાઇ વાઘાભાઇ બારીયા
  3. અરવિંદભાઇ ઉર્ફે ચચો ભયલાભાઇ તંબોળીયા
  4. લસુભાઇ મહેતાલભાઈ મોહનીયા
  5. મુકેશભાઈ જાલુભાઇ બામણીયા
  6. રમેશભાઇ પદયાભાઇ પલાસ
  7. અરવિંદભાઇ સમરસિંહ કોળી
  8. ગણપતભાઈ મોહનભાઇ હરીજન
  9. કમલેશભાઇ થાવરીયાભાઈ પલાસ

આમ, પોલીસ અધિક્ષક હિતેષ જોયસરની આગેવાની તેમજ માર્ગદર્શન હેઠળ દાહોદ પોલીસની જુદી જુદી ટીમોએ ટુંકા સમયગાળામા -13 જેલ ફરારી કેદીઓ પૈકી - 9 ખુંખાર જેલ ફરારી કેદીઓને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.