દાહોદઃ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ઉધવાળા ગામે રહેતા વિજયભાઇ બાઇકનું હોર્ન મારતા પસાર થઈ રહ્યા હતા. ત્યારે ફળિયમાં રહેલા અજય મુડેલ, પ્રવીણ બારિયા, મોહન બારીયા અને રમેશ બારીયા નામના આ યુવકોએ છુટા હાથે પથ્થરમારો કર્યો હતો અને વિજયભાઇ પર હુમલો કર્યો હતો.
આજુબાજુના સ્થાનિકોએ તાત્કાલિક 108ને ફોન પર જાણ કરી હતી, ત્યારબાદ ઇજાગ્રસ્તને લઇનેે દેવગઢબારિયા દવાખાને પહોંચતા ફરજ પરના તબીબે વિજયને મૃત જાહેર કર્યો હતો.
આ ઘટના સંદર્ભે દેવગઢબારિયા પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી ફરાર આરોપીઓની ધરપક્ડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.