ETV Bharat / state

ખોટા જાતિ પ્રમાણપત્ર રદ્દ કરવા મુદ્દે વિરોધનો વંટોળ, દાહોદમાં પ્રાંત અધિકારીને આવેદન - The tribe of Dahod

રબારી, ભરવાડ અને ચારણ જાતિને અપાયેલા ખોટા જાતિ પ્રમાણપત્ર રદ કરવાની માગ સાથે દાહોદના આદિવાસી સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આ સાથે વહેલી તકે કાર્યવાહી કરવા માટે માગ કરી છે.

Dahod and Zalod
Dahod and Zalod
author img

By

Published : Feb 2, 2020, 9:42 AM IST

દાહોદઃ જિલ્લામાં કાઠિયાવાડ પંથકમાં રબારી, ભરવાડ અને ચારણને જ્ઞાતિના લોકોને અપાયેલા ખોટા જાતિ પ્રમાણપત્ર રદ કરવાની માગ સાથે તેમજ 21 જાન્યુઆરી 2010ના ઠરાવમાંથી મસવાડી પહોંચ અને વિગતદર્શક કાર્ડને અપાયેલી માન્યતા રદ કરવા દાહોદ આદિવાસી સમાજ દ્વારા દાહોદ અને ઝાલોદ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું.

ગાંધીનગરના બિરસા મુંડા ભવન મુકામે આદિવાસીના ખોટા પ્રમાણપત્રો રદ કરવાની માગ સાથે આંદોલન પર બેઠેલા છે. આંદોલનમાં દાહોદ પ્રાંત અધિકારીને આદિવાસી સમાજ દ્વારા તેમજ ઝાલોદ પ્રાંત અધિકારીને ભીલ પરદેશ વિદ્યાર્થી મોરચા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મસવાડી પહોંચ વર્ષ 1956માં 26 નવેમ્બર કે તે પહેલાંથી ગીર, બરડો અને આલેચના જંગલોની નેસોના મર્યાદિત વિસ્તારોમાં કાયમી વસવાટ પ્રસ્થાપિત કરવા માટે સક્ષમ ડૉક્યુમેન્ટ નથી. તેવી જ રીતે વિગતદર્શક કાર્ડ પણ બદ ઈરાદાથી ઉપજાવી કાઢેલું ડૉક્યુમેન્ટ છે.

ખોટા જાતિ પ્રમાણપત્ર રદ્દ કરવા દાહોદ-ઝાલોદમાં વિરોધનો વંટોળ

આ બન્ને ડોક્યુમેન્ટ બંધારણીય કાયદાકીય વેલીડીટી ધરાવતાં નથી. હાલ, આ બંને ડૉક્યુમેન્ટનો મોટા પાયે દુરૂપયોગ થઈ રહ્યો છે. જેથી આ ડૉક્યુમેન્ટના આધારે અપાયેલા પ્રમાણપત્ર માન્ય રાખ ન રાખવાની માગ આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી છે.

દાહોદના સ્થાનિકોના જણાવ્યાનુસાર, "આ મસવાડી પહોંચ અને વિગતદર્શક કાર્ડથી લોકોને અન્યાય થતો હોવાથી 21 જાન્યુઆરી, 2010ના ઠરાવમાંથી મસવાડી પહોંચ અને વિગતદર્શક કાર્ડને માન્યતા અપાઈ હતી. જેને તાત્કાલિક રદ કરીને રબારી, ભરવાડ અને ચારણ જાતિના લોકોને રાજ્ય સરકારે આપેલા ખોટા પ્રમાણપત્રો રદ કરવા સાથે જ પ્રમાણપત્ર લેનાર અને આપનાર સામે ફોજદારી કાર્યવાહી કરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે."

Intro:રબારી, ભરવાડ અને ચારણને અપાયેલ ખોટા જાતિ પ્રમાણપત્ર રદ કરવાની માંગ સાથે દાહોદના આદિવાસી સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર
દાહોદ રાજયના કાઠિયાવાડ પંથકમાં રબારી, ભરવાડ અને ચારણને અપાયેલ ખોટા જાતિ પ્રમાણપત્ર રદ કરવાની માંગ સાથે તેમજ તા.૨૧.૦૧.૨૦૧૦ ના ઠરાવમાંથી મસવાડી પહોંચ અને વિગતદર્શક કાર્ડને અપાયેલી માન્યતા રદ કરવા દાહોદ આદિવાસી સમાજ દ્વારા દાહોદ અને ઝાલોદ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતુ.Body:
ગાંધીનગરના બિરસા મુંડા ભવન મુકામે આદિવાસી ના ખોટા પ્રમાણપત્રો રદ કરવાની માંગ સાથે આંદોલન પર બેઠેલા છે આંદોલનમાં દાહોદ પ્રાંત અધિકારીને આદિવાસી સમાજ દ્વારા તેમજ ઝાલોદ પ્રાંત અધિકારીને ભીલ પરદેશ વિદ્યાર્થી મોરચા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં મસવાડી પહોંચ તા.૨૯.૧૦.૧૯૫૬ કે તે પહેલાંથી ગીર, બરડો અને આલેચના જંગલોની નેસોના મર્યાદિત વિસ્તારોમાં કાયમી વસવાટ પ્રસ્થાપિત કરવા માટે સક્ષમ ડોક્યુમેન્ટ નથી તેજ રીતે વિગતદર્શક કાર્ડ પણ બદ ઈરાદાથી ઉપજાવી કાઢેલ ડોક્યુમેન્ટ છે. આ બંન્ને ડોક્યુમેન્ટ બંધારણીય કાયદાકીય વેલીડીટી ધરાવતાં નથી આ બંન્ન ડોક્યુમેન્ટનો મોટા પાયે દુરૂપયોગ થઈ રહ્યો છે તેથી આ ડોક્યુમેન્ટના આધારે અપાયેલ પ્રમાણપત્ર માન્ય રાખી શકાય નહીં તેનો આદિવાસી સમાજ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે. આ મસવાડી પહોંચ અને વિગતદર્શક કાર્ડ ભયાનક આફતો છે તેથી તા.૨૧.૦૧.૨૦૧૦ ના ઠરાવમાંથી મસવાડી પહોંચ અને વિગતદર્શક કાર્ડને અપાયેલી માન્યતા તાત્કાલિક રદ કવાની માંગણી સાથે તેમજ વધુમાં જણાવ્યા અનુસાર, રબારી, ભરવાડ અને ચારણ જાતિના લોકોને રાજ્ય સરકારે ખોટા પ્રમાણપત્રો આપેલ છે તે રદ કરવા અને પ્રમાણપત્ર લેનાર અને આપનાર સામે ફોજદારી કાર્યવાહી કરવા આવેદનપત્રમાં દાહોદના આદિવાસી સમાજે જણાવ્યું હતુ.
બાઈટ - "આદિવાસી પરિવાર" સંગઠનના સ્વયંસેવક- કેતન બામણીયાConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.