ETV Bharat / state

પીપલારા ગામે સરપંચ દ્વારા વિકાસ કામોમાં ગેરરીતિ, જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત - જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત

પીપલારા ગ્રામ પંચાયતમાં ગામના સરપંચ મનસ્વી વલણ સાથે પંચાયતનો વહીવટ કરતા હોવાની ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં ગ્રામ સભા દરમિયાન ગામની માહિતી રોજમેળ તેમજ ઠરાવો ગ્રામજનોને માંગવા છતાં આપતા નથી. સરપંચ દ્વારા વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.

 પીપલારા ગામે સરપંચ દ્વારા વિકાસ કામોમાં ગેરરીતિ, જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત

author img

By

Published : Aug 2, 2020, 1:49 PM IST

દાહોદઃ જિલ્લાના ફતેપુરા તાલુકાના પીપલારા ગામે સરપંચ દ્વારા DSP સહિતના વિવિધ વિકાસ કામોમાં ભારે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ સાથે ડેપ્યુટી સરપંચ અને ગ્રામજનો દ્વારા લેખિતમાં જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવતા ખળભળાટ મચ્યો હતો. તંત્ર દ્વારા જવાબદારો સામે યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલા પીપલારા ગ્રામ પંચાયતમાં ગામના સરપંચ મનસ્વી વલણ સાથે પંચાયતનો વહીવટ કરતા હોવાની ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં ગ્રામ સભા દરમિયાન ગામની માહિતી રોજમેળ તેમજ ઠરાવો ગ્રામજનોને માંગવા છતાં આપતા નથી અને સરપંચ દ્વારા વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.

પીપલારા ગામે સરપંચ દ્વારા વિકાસ કામોમાં ગેરરીતિ, જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત

ગામના સરપંચ દ્વારા સીસી રોડના કામો એસ્ટીમેટ મુજબ કર્યા નથી અને અને હલકી ગુણવત્તાના કામો કર્યા છે. ગામમાં બોરવેલ મોટરના કામો નિયમ મુજબ કરેલા નથી અને ગામમાં બે જગ્યા પર બોરવેલ વિથ મોટર મૂકવાની હતી. જેને જગ્યા પર મોટર નાખેલી નથી સરપંચ દ્વારા સમાજઘર બારસાલેડા તથા મુખ્ય શાળાનો ઓરડો કબજે કરી લેવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે.

ગામમાં હવાડાઓ અને બાહ્ય મંડળોમાં કામો બોલાવીને ઓનપેપર કામો થયેલાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ સ્મશાન ગૃહ કાર્ય અધૂરું મૂકી તેના નાણાં સંપૂર્ણ ઉઠાવી લીધા હોવાનો અને સંરક્ષણ દિવાલ બનાવ્યા વિના અને નાણાં ચાઉ થયો હોવાની રજૂઆત જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવતા પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.