દાહોદઃ શહેરમાં રાત્રી દરમિયાન સૂસવાટા મારતા પવન અને ગાજવીજ સાથે એક ઇંચ વરસાદ વરસ્યો હતો. વાવાઝોડા સાથે શહેર સહિત જિલ્લામાં વરસેલા વરસાદના કારણે મોટા વૃક્ષો ધરાશાયી થતા નીચે રહેલા વાહનોનો ખુરદો બોલી ગયો હતો. જ્યારે વીજલાઇનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. જેના કારણે દાહોદ શહેરના મોટાભાગના વિસ્તારો રાત્રી દરમિયાનથી અંધાર પટ છવાયેલો જોવા મળી રહ્યો છે. જે તમામ લાઈનો યોજના ધોરણ સમારકામ થઇ રહ્યું છે.
મધ્ય રાત્રીના સમયે દાહોદ જિલ્લાના ઝાલોદ, દેવગઢ બારીયા અને દાહોદ શહેર તાલુકા પંથકમાં વાવાઝોડા અને ગાજવીજ સાથે મેઘ મહેર થવાને કારણે ધરતીપુત્રો ગેલમાં જોવા મળી રહ્યા છે. દાહોદ તાલુકામાં રાત્રિમાં 26 MM, દેવગઢ બારીયા તાલુકામાં 10 MM અને ઝાલોદ તાલુકામાં 2 MM વરસાદ વરસ્યો હતો. રાત્રી દરમિયાન વાવાઝોડા સાથે થયેલા વરસાદના કારણે તોતિંગ વૃક્ષો ધરાશાયી થયા છે. આ વૃક્ષો ધરાશાયી થવાના કારણે તેમના નીચે આવેલા મકાનો તેમજ વાહનો પર પડવાના કારણે ભારે નુકસાન થયું છે, તેમજ મધ્ય ગુજરાત વીજ કંપનીના વિવિધ ફીડરની લાઈનોને વ્યાપક નુકસાન થયું છે. જેના કારણે દાહોદથી નિકળતી 66KV લાઈનના બે (02) લોકેશન પરના ટાવરોને નુકશાન થયું છે, 66KV ના ચાર સબ સ્ટેશન (66KV ખરોડ, 66KV ખરેડી, 66KV નવાગામ અને 66KV કઠલા) જેમાંથી નીકળતા કુલ બાવીસ(22) 11KV લાઇનનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે.
જેના કારણે દાહોદના સેવાસદન, કોર્ટ, છાપરી, ગોડી રોડ, મહાવીર નગર, GIDC, Mega GIDC વિસ્તારમાં પથરાયેલો છે. જેથી દાહોદ શહેર ગ્રામ્ય પંથકમાં રાત્રે દરમિયાનથી અંધકાર છવાયેલો જોવા મળી રહ્યો છે. આ નુકસાનીના કારણે વીજ પુરવઠો બંધ કરવામાં આવતા તમામ લાઈનો મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.