- રાજ્યપાલ સાથે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ રાષ્ટ્ર ધ્વજને સલામી આપી
- ચેતક હેલિકોપ્ટર દ્વારા ૫૦ કિલો ગુલાબના ફુલની વર્ષા રાષ્ટ્રધ્વજ પર કરવામાં આવી
- પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૨ પ્લાટૂનનાં 750થી વધુ પોલીસ જવાનો પણ શામેલ હતા
દાહોદ: ગુજરાતનાં પૂર્વ દરવાજા ગણાતા દાહોદ જિલ્લામાં ૭૨માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તિરંગો ફરકાવીને ધ્વજવંદન કરાવ્યું હતું અને પરેડની સલામી ઝીલી હતી. આ પ્રસંગે મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ પણ રાષ્ટ્ર કક્ષાની ઉજવણી માં રાજ્યપાલ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
દાહોદ કોલેજ ગ્રાઉન્ડ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો
ઉગતા સૂર્યની નગરી કહેવાતા દાહોદમાં આવેલ નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનાં ગ્રાઉન્ડ પર 72માં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સવારે 9:00 કલાકે રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને ધ્વજવંદન કર્યું હતું. તેમની સાથે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ પણ રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. ચેતક હેલિકોપ્ટર દ્વારા આકાશમાંથી ૫૦ કિલો ગુલાબનાં પુષ્પની વર્ષા રાષ્ટ્રધ્વજ ઉપર કરવામાં આવી હતી. બાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પરેડનું નિરીક્ષણ કર્યું હતું તેમજ પરેડ માર્ચ પાસ્ટ પણ કર્યું હતું.