ગત વર્ષેના ટ્રેકિંગ ફેસ્ટિવલની સફળતા બાદ આ વર્ષે પણ ટ્રેકિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા, આણંદ, પંચમહાલ સહિત અનેક જિલ્લાના ટ્રેકરોએ ભાગ લીધો હતો. સાગટાળા રેંજના જંગલોમાં 6 કિ.મી. સુધી વનવિભાગના કર્મચારીઓની દેખરેખ હેઠળ ટ્રકિંગ યોજવામાં આવ્યું હતું. જેમાં ટ્રેકિંગ દરમિયાન લોકોને જંગલમાં વિશાળકાય અજગર પણ જોવા મળ્યો હતો. જેને વનવિભાગના કર્મચારીઓએ સહી સલામત પકડી યોગ્ય જગ્યાએ છોડી મુક્યો હતો.
આ ટ્રેકિંગ કેમ્પમાં કુદરતી સૌંદર્યનો લોકોએ મનમૂકી લાભ લીધો હતો. આગામી સમયમાં પણ જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રમાં વધુ લોકો જોડાય અને રતનમહાલના અભ્યારણમાં પર્યટકો આકર્ષાય તેવા પ્રયાસો વન વિભાગ દ્વારા કરવામાં આવશે.