રમતવીરો રમત-ગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી શકે તે માટે સરકાર દ્વારા ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ખેલાડીઓ પોતાના બળે ગ્રામ્યથી લઈને રાજ્ય તથા રાષ્ટ્રીય લેવલ પર પોતાની કારકિર્દી બનાવવા માટે ખેલ ક્ષેત્રે પોતાનું જીવન સમર્પિત કરતા હોય છે.
દેશ માટે ગોલ્ડ મેળવવાની ભાવના સાથે રમતવીરો અથાગ પ્રયત્ન કરી રમત-ગમત ક્ષેત્રે ઉચ્ચ કારકિર્દી બનાવતા હોય છે. રાષ્ટ્ર માટે મેડલ મેળવવાની આશા સાથે ટોક્યો મુકામે યોજાયેલી ઓલમ્પિક રમતોમાં ભાગ લેનારા, મધ્યપ્રદેશના ધાર જિલ્લાનાસરદારપુર તાલુકાનારહેવાસી જ્યોતિરમેશનાથ ચૌહાણ છેલ્લા કેટલાક મહિનાથી શરદી-ખાંસીની બીમારીથી પીડાઈ રહ્યાછે.આંતરરાષ્ટ્રીય કક્ષાએ કારકિર્દી બનાવવાની ઈચ્છા ધરાવતાજ્યોતિ ચૌહાણની તબિયત નાજુક છે. શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી ઓક્સિજન પર રાખવામાં આવી છે.
આ રાષ્ટ્રીય ખેલાડીના આરોગ્ય માટે રાજ્ય કેકેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય સહાય મળી નથી. આ ફૂટબોલરને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાછે. ગરીબઘરમાં જન્મેલાજ્યોતિ ચૌહાણ ફૂટબોલ રમત પ્રત્યે રૂચી હોવાના કારણે ગ્રામ્ય તાલુકા અને રાજ્યકક્ષાથી રાષ્ટ્રીય સ્તર સુધી નામના મેળવી ચુક્યાછે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ જ્યોતિએ કારકિર્દી બનાવી છે. કારકિર્દીના સમયે પિતાની છત્રછાયા ગુમાવનાર જ્યોતિની કારકિર્દી બનાવવા પાછળ માતાની હૂંફ અને ફૂટબોલ રમતના કોચનો વિશ્વાસ રહ્યો છે.