ETV Bharat / state

દાહોદમાં ગુજરાત ગેસ પાઈપલાઈનમાં લાગી આગ, વીજલાઇન બળીને ખાખ

દાહોદઃ છાપરી ગામે કોલેજ પાસે હાઇવે નજીકથી પસાર થતી ગુજરાત ગેસની લાઈનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેમાં ગેસ પાઇપલાઈનની પરથી પસાર થતી MGVCLની 11 KVની વીજલાઇનના વાયરો આગની લપટોમાં આવતાં બળીને ખાખ થઈ ગયા હતા. જો કે, સવારના સમયમાં લાગેલી આગમાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ નહોતી. ઘટનાની જાણ થતાં દાહોદ ફાયર ટીમે તાત્કલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવતાં સ્થાનિકોએ રાહતોનો શ્વાસ લીધો હતો.

author img

By

Published : Jan 20, 2020, 5:09 AM IST

દાહોદમાં ગુજરાત ગેસ પાઈપલાઈનમાં આગ
દાહોદમાં ગુજરાત ગેસ પાઈપલાઈનમાં આગ

દાહોદ તાલુકાના છાપરી મુકામે એન્જીનીયરીંગ કોલેજ પાસે હાઇવે દાહોદ-બાંસવાડા હાઇવેથી અડીને આવેલા ગુજરાત ગેસની પાઇપ લાઈનમાં આગ લાગી હતી. જેમાં MGVCLની 11 KVનો પરથી પસાર થતાં વીજલાઇનના વાયરો બળીને ભસ્મીભૂત થઇ ગયા હતા.

દાહોદમાં ગુજરાત ગેસ પાઈપલાઈનમાં આગ

આ ઘટનાની જાણ દાહોદ ફાટર વિભાગ અને MGVCLને કરતા MGVCLના કર્મચારીઓએ તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. જેના કારણે આગની લપટો ઓછી થઈ હતી. ત્યારબાદ ઘટનાસ્થળે આવી પહોંચેલા ફાયર ફાયટરોએ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટના દરમિયાન કોઈ જાનહાની ન બને તે માટે દાહોદ પોલીસે બંદોબસ્ત ગોઠવી લોકોને દૂર સલામત સ્થળે ખસેડ્યા હતા.

Intro:દાહોદ ઝાલોદ રોડ પર છાપરી ગામે ગેસ પાઈપલાઈનમાં આગ લાગતાં દોડધામ

ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો

દાહોદ, દાહોદ તાલુકાના છાપરી ગામે કોલેજ પાસે હાઇવે નજીકથી પસાર થતી ગુજરાત ગેસની લાઈનમાં અચાનક ધડાકા સાથે આગ ફાટી નીકળતા ગેસ પાઇપલાઈનની ઉપરથી પસાર થતી એમજીવીસીએલ ની 11 કેવીની વીજલાઇનના વાયરો આગની લપટોમાં બળીને ભસ્મીભુત થઈ ગયા હતા.જોકે સવારના સમયમાં લાગેલી આગમાં સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી નહોતી ત્યારે દાહોદ અગ્નિશામક દળે તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતોBody:.
દાહોદ તાલુકાના છાપરી મુકામે એન્જીનીયરીંગ કોલેજ પાસે હાઇવે દાહોદ-બાંસવાડા હાઇવેથી અડીને આવેલ ગુજરાત ગેસની પાઇપ લાઈન માં આજરોજ સવારના 10:45 વાગ્યાના અરસામાં એકાએક ધડાકાભેર આગ ફાટી નીકળી હતી.અચાનક ધડાકાભેર ફાટી નીકળેલી આગની અગનજ્વાળાઓમાં ઉપરથી પસાર થતી એમજીવીસીએલની 11 કે.વી ની વીજલાઇનના વાયરો બળીને ભસ્મીભૂત થઇ ગયા હતા.જોકે આ આગની ઘટના બાદ ભેગા થયેલા લોકાના ટોળાંમાના એક વ્યક્તિએ તાત્કાલિક ગુજરાત ગેસ, દાહોદ અગ્નિશામક દળ,તેમજ એમજીવીએલનો સંપર્ક કરી આ આગના બનાવની જાણ કરતા એમજીવીસીએલના કર્મચારીઓએ તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. તેમજ ગુજરાત ગેસ કંપનીના કર્મચારીઓએ ગેસ પુરવઠો બંધ કરી દેતા આગની લપટો ઓછી થઈ ગઈ હતી ત્યારબાદ ઘટનાસ્થળે આવી પહોંચેલા ફાયર ફાયટરોએ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટના દરમિયાન કોઈ જાનહાની ન બને તે માટે દાહોદ પોલીસે બંદોબસ્ત ગોઠવી લોકોને દુર સલામત સ્થળે ખસેડતા કોઈ જાનહાની થવા પામી નહોતી.
બાઈટ- વીરસીંગભાઇ રાઠવા- ફાયર બ્રિગેડ જવાનConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.