- બકરામાં જોવા મળ્યો Pestdas petitis ruminentes નામનો રોગ
- દાહોદમાં પશુપાલન વિભાગ દ્વારા 24 બકરાને કરાયા ક્વોરન્ટાઇન
- બકરાઓને વેક્સિન પણ આપી દેવામાં આવી છે
દાહોદ: દાહોદના ગરબાડા ચોકડી નજીક આવેલા સાંગા માર્કેટ પાસે રહેતા પશુપાલકને ત્યાં 25 જેટલી બકરીઓ પાળવામાં આવેલ છે. આ પશુપાલકને ત્યાં એક સપ્તાહ પહેલા એક બકરાનું તાવ અને ઝાડા જેવા લક્ષણોના કારણે મોત થયું હતું. બકરાના માલીક દ્વારા પશુપાલન વિભાગનું આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું. ત્યારબાદ પશુપાલન વિભાગ દ્વારા અન્ય એક બકરાને તપાસ અર્થે ભોપાલ ખાતે મોકલવામાં આવ્યું હતું. જેની તપાસ કરતા જાણવા મળ્યું કે બકરાઓમાં PPR(Pestdas petitis ruminentes Virus) નામનો રોગ છે. જેથી તેની સાથે રહેલા અન્ય 24 જેટલા બકરાઓને કવોરન્ટાઇન(Goats quarantined in Dahod) કરવામાં આવ્યા છે.
24 બકરા બકરાઓને સાત દિવસ કરાયા ક્વોરેન્ટાઇન
મધ્યપ્રદેશના ભોપાલમાં આવેલી લેબોરેટરીમાં પરીક્ષણ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા હતા જ્યાં પરીક્ષણ થયા બાદ બકરાનુ મૃત્યુ PPRનાં કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. ભોપાલથી પરીક્ષણ રિપોર્ટ આવ્યા બાદ દાહોદ પશુપાલન વિભાગે તાત્કાલિક 24 બકરા બકરાઓને સાત દિવસ માટે ક્વોરન્ટાઇન કર્યા છે અને ક્વોરેન્ટાઇન કરાયેલા તમામ બકરાઓને વેક્સિન પણ આપી દેવામાં આવી છે.
બકરાઓમાં PPR રોગના લક્ષણો દેખાયા
પશુપાલન વિભાગ દ્વારા જણાવામાં આવ્યું હતું કે, વાતાવરણમાં બદલાવના કારણે તેમજ શિયાળાના સમયમાં બકરાઓમાં PPR રોગના લક્ષણો દેખાતા હોય છે. આ રોગને કારણે તાવ, ઝાડા, ફેફસાના બેક્ટેરીયલ ચેપથી ખાંસી અને છીક આવવાથી રોગનો ઝડપથી ફેલાવો પણ શક્ય બનતો હોય છે હાલ તમામ બકરીઓ સહી સલામત હોવાનું જાણવા મળ્યું છે. તમામ બકરાંઓને ક્વોરેન્ટાઇન કરવાના કારણે પશુપાલકોમાં હાશકારો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : અમેરિકામાં કૂતરાઓમાં કોરોનાનું સંક્રમણ, રોગ વધતાં મોતને ઘાટ ઉતારાયો
આ પણ વાંચો : શ્વાન માલિકો માટે ચેતવણીરૂપ કિસ્સો: પાલતુ શ્વાનમાં કોરોના સંક્રમણની પુષ્ટિ