- દાહોદમાં પેસ્ટડેસ પેટીટ્સ રુમિનેનટેસ નામનો રોગ થતા એક બકરાનું મોત
- પશુપાલકના 24 બકરાઓને પશુપાલન વિભાગ દ્વારા વેક્સિન આપવામાં આવી
- મૃત બકરાના વિશેરા ભોપાલ મોકલાયા, તપાસમાં વાયરસ મળ્યો
દાહોદઃ દાહોદના ગરબાડા ચોકડી, સાંગા માર્કેટ પાસે રહેતા એક પશુપાલકને ત્યાં 25 જેટલા બકરા બકરીઓ પાળવામાં આવ્યા છે. આ પશુપાલકને ત્યાં સપ્તાહ પહેલા એક બકરાનું મોત(goat death in gujarat) થયાનું પશુપાલન વિભાગના ધ્યાનમાં આવ્યું હતું.આ સમાચાર પશુપાલન વિભાગને(Animal Husbandry Department) સામે આવતા બકરાના ટોળાઓને તાત્કાલિક ભોપાલ મુકામે મોકલવામાં આવ્યા હતા. જ્યાં ભોપાલમાં બકરાનું લેબોરેટરીમાં પરીક્ષણ થયું હતું.
બકરા-બકરીઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા
બકરાનુ મૃત્યુ PPR એટલે કે પેસ્ટડેસ પેટીટ્સ રુમિનેનટેસ વાયરસને કારણે મોત(death of a goat) થયું હોવાનું બહાર આવ્યુ હતું. ભોપાલથી પરીક્ષણ રિપોર્ટ સામે આવ્યા બાદ દાહોદ પશુપાલન વિભાગે સાથે રહેલા અન્ય 24 બકરા બકરીઓનેએ જગ્યા પર તાત્કાલિક વેક્સિનેશન કરવાની કામગીરી હાથ ધરી હતી. પરતું તમામ બકરા-બકરીઓ સહી સલામત હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે વર્તમાન ગંભીર વાતાવરણના કારણે બકરા-બકરીઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
બકરાંઓને વેક્સિન આપી દેવામાં આવી છે
જિલ્લા પશુપાલન અધિકારી ડૉ કેએલ ગોસાઈએ જણાવ્યું કે શિયાળાના સમય દરમિયાન નાના ઢોરો(death of a animal) એટલે કે ઘેટાબકરાઓને તાવ, ઝાડા, ખાંસી અને છીંક આવવાથી સામાન્ય રોગ ફેલાતો હોય છે. જો સમયસર સારવાર લેવામાં આવે તો રિકવર પણ થઈ જતી હોય છે. પરંતુ હાલ એક બકરાનું મોત(sick goats symptoms) થતા પશુપાલન વિભાગે લેબમાં તપાસ માટે બકરાને મોકવામાં આવ્યું હતું. લેબમાં તપાસ દરમિયાન બકરાનું મોત PPR રોગ હોવાનું બહાર આવતા બકરાની સાથેના રહેલા અન્ય બકરાંઓને પણ વેક્સિન આપી દેવામાં આવી છે. ચિંતા કે ગભરાવાની પણ જરૂર નથી.
આ પણ વાંચોઃ જૂનાગઢ બાદ ગીર સોમનાથમાં પણ બર્ડ ફ્લૂનો પગપેસારો
આ પણ વાંચોઃ કુદરતનો કરિશ્મા : ભુજમાં માત્ર 9 મહિનાની વાછરડી દૂધ આપતા આશ્ચર્ય સર્જાયું