દાહોદઃ દાહોદ જિલ્લામાંથી અન્ય જિલ્લાઓમાં દારૂની હેરફેર કરતા બુટલેગરો પર સકંજો કસવા અને ફરાર આરોપીને ઝડપી પાડવા પ્લાનિંગ કર્યું હતું. ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક યોજના બનાવીને દારૂની હેરાફેરી કરતા બુટલેગરને પકડી પાડવામાં આવ્યો છે. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા એ પોતાની દાહોદની ટીમને સચેત કરી હતી.
ફરાર હતોઃ એએસપી જગદીશભાઈ બાંગરવા એ પોતાના માર્ગદર્શન હેઠળ બાતમીદારોને સક્રિય કર્યા હતા. જેમાં દાહોદ ખેડા અને વડોદરા જિલ્લામાં સંડોવાયેલ તથા ફરાર આરોપી પોતાના વતન મુકામે આવ્યો હોવાની માહિતી મળી હતી. જે ખરોદા ગામેથી પસાર થવાની માહિતી મળી હતી. જેનો એ દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન. એન. પરમારની ટીમે ખરોદા ગામે ચોકડી પર વોચ ગોઠવીને આરોપીને પકડી લેવાયો હતો.
પૂછપરછ શરૂઃ આરોપી મળી આવતા ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી જેમાં આરોપી સુભાષે શંકાસ્પદ રીતે જવાબ આપતા પોલીસને શંકા જતા પોલીસે ઇ ગુજકોપ પોકેટ કોપ મોબાઈલમાં સર્ચ કરતા આરોપીનું નામ સુભાષભાઈ હીરાભાઈ નીનામા રહેવાસી ખરોદા બારમ ફળિયું દાહોદ હોવાનું જણાઈ આવ્યું હતું. આરોપી વડોદરા જિલ્લાના સમા પોલીસ સ્ટેશનમાં પ્રોહિ બિશન ના કેસમાં વોન્ટેડ હોવાનું જણાઈ આવ્યું હતું. દાહોદ અને કઠલાલ પોલીસ સ્ટેશનમાં પણ દારૂની હેરફેરના કેસમાં વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું હતું.
કાયદેસરના પગલાં લીધાઃ આમ સદર આરોપી સુભાષભાઈ નિનામા ને દાહોદ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ એએસપી જગદીશ બાંગરવા એ જણાવ્યું હતું કે, સુભાષ નિનામા ખરોદા રહેવાસી છે દાહોદ ખેડા અને વડોદરા જિલ્લામાં દારૂની હેરફેરમાં સંડોવાયેલો તથા વોન્ટેડ છે. ફરાર તૈયાર દરમિયાન હાલ બીજા કેટલા કેસોમાં સંડોવાયેલ છે. તેની તપાસ માં વધુ કેસો ખૂલવાની શક્યતાઓ રહેલી છે. ખરોદા વતની સુભાષ નિનામા અગાઉ પણ અનેક દારૂની હેરાફેરી ના કેસમાં ફસાઈ ચુક્યો છે.
ધરપકડ કરાઈઃ દાહોદ પોલીસે દારૂની હેરાફેરી પર સંકજો કસતા આ વખતે પોલીસ બાતમીના ઉપયોગ કરી પોલીસને પણ પડકાર ફેંક્નાર વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા મુહીમ ઉપાડી હતી છે. જેમાં આરોપીની તેના જ ગામની નજીક આવેલ ચોકડી પરથી ધરપકડ કરી લીધી છે. પોલીસ આરોપીઓના રિમાન્ડ મેળવી ભૂતકાળમા વધુ કેટલા કેસોમાં સંડોવાયેલ છે તે મામલે પણ તપાસ શરૂ કરી છે. સમગ્ર કેસ અંગે પોલીસે યાદી જાહેર કરીને આખા કેસની વિગત જાહેર કરી હતી.