દાહોદ : લીમખેડા રેન્જમાં વન્ય પ્રાણી દીપડા સહિત પશુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, ત્યારે વનરાજીમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓ અને તેમાય દીપડો ખોરાક-પાણીની શોધમાં માનવ વસાહતો તરફ ધસી આવતા હોય છે. માનવજાત પર કરેલા અસંખ્ય હુમલાઓ પણ વન વિભાગના ચોપડે નોંધાયેલા છે. ત્યારે ગતરોજ મધરાતે લીમખેડા તાલુકાના પાડા ગામે બે સ્થળોએ વન્યપ્રાણી દીપડાએ હુમલો કરતા એક 43 વર્ષીય અને 59 વર્ષીય વૃદ્ધા ઈજાગ્રસ્ત થયા હતા. દીપડાના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા બંને લોકોને સ્થાનિકોએ 108 મારફતે દાહોદની હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 43 વર્ષીય પુરુષને વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરતા રસ્તામાં મૃત્યુ નીપજ્યું હતું.
દીપડાએ કર્યા લોહી લુહાણ : લીમખેડા તાલુકાના પાડા ગામના ભગત ફળિયાના રહેવાસી રમેશ ચૌહાણ મધરાતે મીઠી નીંદર માણી રહ્યા હતા. તે સમયે ખોરાકની શોધમાં આવેલો દીપડાએ ચૌહાણ પર તરાપ મારી હુમલો કરતા ચીસોથી જાગી ઉઠ્યા હતા. તેમના પરિવારજનો તેમજ આસપાસના લોકો દોડી આવતા દીપડો રમેશભાઈને લોહી લુહાણ કરી જંગલ તરફ ભાગી ગયો હતો. તો બીજી તરફ આ જ ગામમાં રામપુરા ફળિયામાં 59 વર્ષીય ચંપા ચૌહાણ ખાટલામાં સુઈ રહ્યા હતા. તે સમયે વન્ય પ્રાણી દીપડાએ ચંપા ચૌહાણ પર હુમલો કરી તેઓને પણ લોહી લુહાણ કરી દીધા હતા. જોકે ત્યાં પણ આસપાસના લોકો ભેગા થતા દીપડો ભાગી ગયો હતો.
રાત્રિના સમયે તાજેતરના દીપડાના હુમલાના બનાવો બનવા પામ્યા છે. જેને ધ્યાનમાં રાખી આપ સૌ ઘરની અંદર સૂવાનું રાખો, ઘરની બહાર અજવાળું રાખો, સાફ-સફાઈ રાખો, નાના બાળકોને ઘરની બહાર ના નીકળવા. દો રાત્રિના સમયે કુદરતી હાજર કે બહાર ન જઈ જેથી દીપડાનો હુમલાને બચી શકાય. ખોરાકની શોધમાં નીકળેલો દીપડો કે શિકારની શોધમાં તેની પાછળ જાય ત્યારે તેની રસ્તે આવતા લોકો પર હુમલો કરતો હોય છે. એવા બનાવ બનતા હોય છે. આમ ગામનોને વન વિભાગ દ્વારા ગ્રામજનોને અપીલ છે કે સાવચેતીના પગલાં રાખી આપણા જીવને બચાવીએ. - આર.એમ. પરમાર (DCF દેવગઢ બારીયા)
પાંચ લાખનો ચેક : દીપડાના હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રમેશ ચૌહાણ અને ચંપા ચૌહાણને 108 મારફતે દાહોદના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં રમેશ ચૌહાણનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. વન વિભાગ દ્વારા રમેશ ચૌહાણના તેમના પત્ની કવિતા ચૌહાણને તારીખ 25મી મે 2023ના રોજ સરકારના ઠરાવ મુજબ 5,00,000 (અંકે રૂપિયા પાંચ લાખ પુરા)નો ચેક સાંસદ જસવતસિંહ ભાભોરના હસ્તે સહાયનો ચેક આપવામાં આવ્યો હતો. આર.એમ પરમાર Dcf, પ્રશાંત તોમર Acf, અભિષેક સમરીયા Acf અને સ્ટાફ હાજર રહ્યો હતો.
ગભરાટનો માહોલ : દેવગઢ બારિયા વન વિભાગ તેમજ લીમખેડા રેન્જ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાડા ગામે આવ્યા હતા. જ્યાં દીપડાના હુમલાના બનાવની વિગતો જાણી દીપડાને ઝબ્બે કરવા પાંજરા મુકવા માટે કવાયત હાથ ધરી હતી. છેલ્લા બે દિવસથી દીપડાના હુમલાને કારણે લીમખેડા બાદ પંથકના આજુબાજુના વિસ્તારમાં રહીશોમાં ભય સાથે ગભરાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.
Surat News : સાત વર્ષ બાદ સુરત જિલ્લામાં દીપડાની વસ્તી ગણતરી શરુ, કેવી રીતે થાય છે કામગીરી જાણો
Dahod news: લીમખેડાના ફુલપુરી ગામે દીપડાના હુમલાથી બે બાળકીઓને ગંભીર ઇજા