ETV Bharat / state

નમાઝે પરિવારને બચાવ્યા, 16 લોકોને જાણે નવજીવન મળ્યાનો અહેસાસ - Diwali Vacation 2022

દાહોદના દાઉદી વોરા સમુદાયના લોકો (Dahod dawoodi bohra community) મોરબી ફરવા ગયા હતા. જોકે, દુર્ઘટનાની થોડી જ ક્ષણ પહેલાં તેઓ નમાઝ અદા કરવા જતાં તે તમામ લોકો દુર્ઘટનાનો ભોગ બનતા (Morbi Bridge Collapse) બચી ગયા હતા. એટલે પરિવારના 16 લોકોને નવજીવન મળ્યું છે.

નમાઝ અદા કરવા ન જવાનું હોત તો દાહોદનો પરિવાર પણ બની જાત મોરબી દુર્ઘટનાનો ભોગ, 16 લોકોને મળ્યું નવજીવન

author img

By

Published : Nov 2, 2022, 11:12 AM IST

દાહોદ મોરબી ઝૂલતા પૂલ (Morbi Bridge Collapse) પર બનેલી દુર્ઘટનાના કારણે 130થી વધુ લોકોના મોત થયા છે. જોકે, આ ઘટના દરમિયાન અને ઘટના પહેલાં અનેક લોકોને નવજીવન મળ્યું છે. આવો જ એક પરિવાર છે દાહોદનો દાઉદી વોરા સમુદાયનો (Dahod dawoodi bohra community) પરિવાર. આ પરિવાર મોરબીના આ જ પૂલ પર ગયો હતો. જોકે, દુર્ઘટનાના થોડા સમય પહેલાં તેઓ નમાઝ અદા કરવા જતાં રહેતા પરિવારના 16 લોકોનો આબાદ બચાવ થયો હતો.

નમાઝ અદા કરવા જતા રહેતા પરિવારનો આબાદ બચાવ

પરિવાર દુર્ઘટનાના થોડા સમય પહેલા પૂલ પરથી ઉતર્યો હતો મોરબી ઝૂલતા પૂલની ગોઝારી ઘટનાની થોડીક ક્ષણો પહેલા દાહોદના દાઉદી વોરા સમુદાયની 9 મહિલા અને 7 બાળકો પૂલ પર હાજર હતા. આ દુર્ઘટનાના થોડાક સમય પહેલા નમાઝનો સમય થતાં પૂલ પરથી 16 લોકો નમાઝ અદા કરવા જતા રહ્યા હતા. તેના કારણે તેમને નવજીવન મળ્યું હતું. તેમની સાથે અન્ય 55 લોકો પણ નમાઝ અદા કરવા જતાં તેમનો પણ આબાદ બચાવ થયો હતો.

પૂલ પર યુવાનો કરતા હતા કિકિયારીઓ દિવાળી વેકેશનની (Diwali Vacation 2022) મોજ માણવા માટે દાહોદના દાઉદી વોરા સમાજની 9 મહિલાઓ અને તેમની સાથે તેમના 7 બાળકો પ્રવાસ માટે મોરબી ગયા (Morbi Bridge Collapse) હતા. સાંજના સમયે તેઓ ઓરેવા કંપનીના બનાવેલા ઝૂલતા પુલનો નજારો જોવા માટે તેમ જ તેનો આનંદ લેવા માટે લેવા માટે ગયા હતા. કાઉન્ટર પરથી ટિકિટો લઈને તેઓ ઝૂલતા બ્રિજ પર (Morbi Bridge Collapse) આનંદ મેળવી રહ્યા હતા. ત્યારે પૂલ પર બંને તરફથી ટિકિટો મેળવીને લોકો મોટી સંખ્યામાં પૂલ પર ભેગા થયા હતા અને પુલ પર ઉપસ્થિત યુવાનો કિકિયારીઓ કરતા જઈને જોરથી હલાવી રહ્યા હતા.

યુવાનો બ્રિજને હલાવી રહ્યા હતા પણ તેમને રોકનારું કોઈ નહતું આ અંગે અલેફિયા હુસેન ગાંગડીવાલાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મોરબીનો આ બ્રિજ (Morbi Bridge Collapse) યુવાનો દ્વારા ઝૂલાની જેમ હલાવવામાં આવતો હતો. આના કારણે આ બ્રિજ ઘણો વાઈબ્રેટ થઈ રહ્યો હતો. એટલે પૂલ પર ઉપસ્થિત અમે મહિલાઓ અને બાળકો ખૂબ ગભરાઈ ગયા હતા. અમે જેવા ત્યાંથી બહાર નીકળ્યાને જોયું કે, બંને બાજુના ગેટમાંથી એન્ટ્રી હતી, પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારના સિક્યોરિટી ગાર્ડ નહોતા. અંદર ઝૂલા પર જઈને કોઈ પણ માણસ કોઈ રોકટોક કરવાવાળો પણ નહતો.

પરિવારનો આબાદ બચાવ મોરબીના ઝૂલતા પુલનો દાહોદ વાસીઓ ગભરાતા જઈને આનંદ માણી રહ્યા હતા. ત્યારે નમાઝ અદા કરવાનો સમય પણ થવા આવ્યો હતો. આના કારણે તેઓ ખુદાની બંદગી કરવાનો સમય સાચવવા તમામ લોકો ત્યાંથી મોરબીમાં (Morbi Bridge Collapse) આવેલી દરગાહ પર મૌલાનાને ત્યાં નમાઝ અદા કરવા માટે જતા રહ્યા હતા. દાઉદી વોરા સમુદાયની (Dahod dawoodi bohra community) 9 મહિલા અને 7 બાળકો સહિત 16 લોકો અને ગોધરા પંથકથી ટ્રાવેલ્સમાં આવેલ 55 વોરા સમુદાયના લોકો પણ નમાઝ અદા કરવા માટે પુલ પરથી જતા રહ્યા હતા. ત્યારબાદ તેઓ પરત જઈ રહ્યા હતા ત્યારે તેમને થોડી ક્ષણો પહેલા પોતે આનંદ માણેલા મોરબીનો ઝૂલતો પૂલ તૂટીને પાણીમાં ગરકાવ થઈ ગયાના સમાચાર મળતા બધા ગભરાઈ ગયા હતા અને ખુદાનો આભાર માનવા લાગ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.