ETV Bharat / state

Dahod News: દાહોદમાં ગધેડાએ બાળકને કરડતાં બાળક ગંભીર રીતે થયો ઘાયલ - દાહોદ સેન્ટ ઝોન સ્કૂલ

દાહોદ સેન્ટ ઝોન સ્કૂલના પાછળના વિસ્તારમાં ક્રિસ્ચન સોસાયટી નજીક રીક્ષામાંથી ઉતરી સેન્ટ ઝોન સ્કૂલમાં જતા ત્રણ બાળકો જઈ રહ્યા હતા. તે દરમિયાન ગધેડાએ બાળકો ઉપર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્રણ બાળકોમાંથી એક બાળકને જમીન પર પછાડી હુમલો કરતા એક બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યાર બાદ બાળકને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યું હતું.

ગધેડાએ બાળકને કરડતાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 22, 2023, 1:19 PM IST

ગધેડાએ બાળકને કરડતાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો

દાહોદ: રખડતા પશુઓના ત્રાસ બાદ હવે ગધેડાનો ત્રાસ જોવા મળી રહ્યો છે. દાહોદમાં આજે એક ગધેડાએ શાળાના સમયે હાહાકાર મચાવ્યો હતો. જેમાં દાહોદ નગરના ક્રિશ્ચન સોસાયટીમાં કમ્પાઉન્ડમાં રીક્ષામાંથી ઉતરીને શાળા તરફ જતા નર્સરી ક્લાસમાં ભણતા બાળકો પર ગધેડાએ હુમલો કર્યો હતો. જેમાં બે બાળકો ભાગી છૂટતા બચી ગયા હતા. જ્યારે નર્સરીમાં ભણતા સાડા ચાર વર્ષીય રાઠોડ રેહાનભાઈને ગધેડાએ મોઢા વડે પકડીને હાથ પગમાં શરીરના ભાગે બચકા ભર્યા હતા. આ જોઈને બીજા બાળકોએ બૂમાબૂમ કરી હતી.

રખડતા પશુઓનો ત્રાસ: બાળકોએ બૂમાબૂમ કરતા સ્કૂલના શિક્ષકો સહિત આસપાસના લોકો અને રિક્ષા ચાલકો દોડી આવ્યા હતા. બાળકને ગધેડાએ બચકા ભરતા તેનાથી દૂર કરીને લોકોએ મહામહેનતે ગધેડાના મોઢામાંથી બાળકને છોડાવ્યો હતો. બાળકને હાથમાં અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેઓને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પશુપાલકો જાહેર ઉપર સોસાયટીમાં પશુઓ રખડતા મૂકતા જનતાના જીવ સામે જોખમ ઊભું થાય છે. દાહોદ નગરપાલિકાના દ્વારા પશુપાલકોને અવારનવાર ચેતવા છતાં હજુ પણ મુખ્ય માર્ગ ઉપર સોસાયટીમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે.

કડકમાં કડક કાર્યવાહી: પશુપાલકો પોતાના પશુઓને રઝળતા મૂકી દેતા પશુઓ સોસાયટી જાહેર રસ્તા ઉપર આવતા જતાં રાહદારીઓ તથા બાળકોને લઈ અકસ્માત કરતા હોય છે. જેને લઈને આમ જનતાનો જીવના જોખમે મુકાયો છે. જેથી વહેલી તકે વહિવટી તંત્ર પશુપાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. રખડતા ઢોરથી લોકો ત્રાસી ગયા છે, ત્યાં હવે ગધેડાનો ત્રાસ જોવા મળી રહ્યો છે.

  1. Dahod Peace Committee : એક જ દિવસે ગણેશ વિસર્જન અને ઈદ-એ-મિલાદ પર્વ, શાંતિ સમિતિની બેઠકમાં ઐતિહાસિક નિર્ણય લેવાયો
  2. Dahod Rain: ભારે વરસાદને કારણે દાહોદ પંથકમાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત, 108 ઘર અને 105 વૃક્ષો ધરાશાયી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.