ગુજરાત રાજ્ય નર્મદા ફર્ટીલાઇઝર કંપની દ્વારા વેચાણ કરવામાં આવતા ખાતરની 50 કિલોની થેલીઓમાં ૨૦૦ થી ૫૦૦ ગ્રામ જેટલો ખાતરનો જથ્થો ઓછો મળી આવતા વિપક્ષ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા તેમજ રાજ્યભરના GNFC ખાતર ડેપો પર કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી.
તો બીજી બાજુ ખેડૂતોમાં પણ છેતરપિંડી થતી હોવાના કારણે વ્યાપક રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેથી સરકારે તાત્કાલિક અસરથી રાજ્યભરના ખાતર ડેપો પર તાત્કાલિક અસરથી ખાતરનું વેચાણ રોકી દેવામાં આવ્યો હતો. જેના કારણે ઉનાળુ ખેતી કરી રહેલા ખેડૂતોને રાસાયણિક ખાતરનો જથ્થો નહીં મળતા પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ હતી. જેથી ખેડૂતોમાં રાજ્ય સરકાર સામે અગ્નિ સમાન રોષ ભભૂક્યો હતો. દાહોદ ખાતર ડેપો મુકામે તંત્ર દ્વારા ખાતરની થેલીઓનો વજન કરી ઘટ્ટ ખાતર બીજી થેલીમાંથી આપીને વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું.