ETV Bharat / state

દાહોદમાં સામુહિક હત્યાની તપાસ CIDને સોંપવા આવેદનપત્ર પાઠવાયું - સી.આઈ.ડી. ક્રાઈમ બ્રાંન્ચ

દાહોદ: સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે છ લોકોના સામુહિક હત્યાના આરોપી સુધી પહોંચવામાં પોલિસ પણ ટુંકી પડી રહી હોય તેમ લાગી રહ્યું છે. પોલીસ હજુ તર્કના ઘોડા દોડાવી સમય વ્યતિત કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. તેવા સમયે દાહોદ પંથકમાં હત્યારાઓને પકડી પાડી ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ દિન-પ્રતિદિન બુલંદ બની રહી છે, ત્યારે જિલ્લાના આદિવાસી સમાજે હત્યાકાંડના દોષિત આરોપીઓને ઝબ્બે કરવા માટે તપાસનો આ મામલો સ્પેશિયલ સી.આઈ.ડી. ક્રાઈમ બ્રાંન્ચને સોંપવાની અને આરોપીઓને ફાંસીની સજાની માંગણી સાથેનું આવેદનપત્ર મામલતદારને સોપ્યુ હતું.

CID ક્રાઇમને સોંપવા આવેદનપત્ર પાઠવ્યું
CID ક્રાઇમને સોંપવા આવેદનપત્ર પાઠવ્યું
author img

By

Published : Dec 5, 2019, 10:19 AM IST

સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે એક જ પરિવારના માતા-પિતા સહિત છ સભ્યોની ક્રુર હત્યા કરવામાં આવી હતી. જેના પગલે સમગ્ર પંથકમાં આદિવાસી સમાજમાં અસલામતી અને ભયની લાગણી ઉભી થવા પામી છે.

દાહોદમાં સામુહિક હત્યાની તપાસ CIDને સોંપવા આવેદનપત્ર પાઠવાયું

આ બનાવ બાદ હત્યારાઓને ફાંસીની સજા કરવામાં આવે અને આ કેસ ગંભીર સચોટ તપાસ માટે સ્પેશિયલ સી.આઈ.ડી.ક્રાઈમ બ્રાંન્ચને સોંપવા આવે તેવો આદિવાસ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી અનુરોધ કર્યો છે. આ તકે આદિવાસી સમાજ દ્વારા સમગ્ર પંથકમાં બંધનું એલાન અને આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે એક જ પરિવારના માતા-પિતા સહિત છ સભ્યોની ક્રુર હત્યા કરવામાં આવી હતી. જેના પગલે સમગ્ર પંથકમાં આદિવાસી સમાજમાં અસલામતી અને ભયની લાગણી ઉભી થવા પામી છે.

દાહોદમાં સામુહિક હત્યાની તપાસ CIDને સોંપવા આવેદનપત્ર પાઠવાયું

આ બનાવ બાદ હત્યારાઓને ફાંસીની સજા કરવામાં આવે અને આ કેસ ગંભીર સચોટ તપાસ માટે સ્પેશિયલ સી.આઈ.ડી.ક્રાઈમ બ્રાંન્ચને સોંપવા આવે તેવો આદિવાસ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી અનુરોધ કર્યો છે. આ તકે આદિવાસી સમાજ દ્વારા સમગ્ર પંથકમાં બંધનું એલાન અને આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

Intro:બહુચર્ચિત તરકડા મહુડી સામૂહિક હત્યાકાંડ ની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવા ની માંગ સાથે આદિવાસી સમાજે આવેદનપત્ર આપ્યું

દાહોદ, સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે છ જણાની સામુહિક હત્યાના આરોપી સુધી પહોંચવામાં પોલિસનો પનો ટુંકો પડી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. પોલિસ હજી તર્કના ઘોડા દોડાવી સમય વ્યતિત કરી રહી હોય તેમ લાગી રહ્યું છે તેવા સમયે દાહોદ પંથકમાં હત્યારાઓને પકડી પાડી ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ દિન - પ્રતિદિન બુલંદ બની રહી છે ત્યારે જિલ્લાના આદિવાસી સમાજે હત્યાકાંડના દોષિત આરોપીઓને ઝબ્બે કરવા માટે તપાસનો આ મામલો સ્પેશીયલ સી.આઈ.ડી. ક્રાઈમ બ્રાંન્ચને સોંપવાની અને આરોપીઓને ફાંસીની સજાની માંગણી સાથેનું આવેદનપત્ર મામલતદાર ને આપ્યું છે આદિવાસી સમાજ દ્વારા સમગ્ર પંથકમાં બંધના એલાન આપવા અને આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.Body:


દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે રાતના સમયે એકજ પરિવારના માતા - પિતા સહિત છ સભ્યોના ગળા કાપી સામુહિક ક્રુર હત્યા કરવામાં આવી હતી જેના પગલે સમગ્ર પંથકમાં આદિવાસી સમાજમાં અસલામતી અને ભયની લાગણી ઉભી થવા પામી છે. આ ક્રુર ઘટના સમગ્ર આદિવાસી સમાજ તેમજ સમગ્ર માનવજાતને સરમાવે તેવી છે અને સમગ્ર માનવ સમાજ માટે કલંક રૂપ છે. ભારતીય બંધારણની કલમ ૧૪,૧૫(૪),૨૧ મુજબ રક્ષણ મળેલ નથી. આ બનાવ પછી એમની સાથે હત્યા કરનાર હત્યારાઓને ફાંસીની સજા કરાવી શકે એવા સÎઘટ વ્યÂક્તઓ પણ નથી રહ્યા જેથી મરનારને યોગ્ય ન્યાય મળે અને હત્યારાઓને સજા ન થાય તેવી સંભાવનાઓ નકારી શકાય તેમ નથી. મરનારને ન્યાય મળે અને હત્યારાઓને સજા થાય તેવી જાગવાઈ કરવામાં આવે અને સદર કેસ ગંભીર સચોટ તપાસ માટે સ્પેશીયલ સી.આઈ.ડી.ક્રાઈમ બ્રાંન્ચને સોંપવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
સંજેલી તાલુકા સહિત જિલ્લાના સમસ્ત આદિવાસી સમાજજનો દ્વારા આ અમાનવીય કૃત્ય કરનારા તમામ હત્યારાઆએને કાનુની રાહે તંત્ર દ્વારા સમગ્ર પ્રકરણ અંગે ખાસ અદાલતની રચના કરી હત્યાઓને ફાંસીની સજા મળે એવી તાત્કાલિક કાર્યવાહી કરવા માંગણી સાથે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, જિલ્લા કલેક્ટર દાહોદ તથા જિલ્લા પોલીસ વડા દાહોદને આપી આ મામલે ટુંક સમયમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આદિવાસી સમાજ દ્વારા સમગ્ર પંથકમાં બંધનું એલાન આપવામાં આવશે અને જલદ આંદોલનનું રણશીંગુ ફુંકવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.