દાહોદ જિલ્લામાંથી પસાર થતા અલીરાજપુર નેશનલ હાઇવે પર આવેલા ઝાલોદ તાલુકાના ડુંગરા ગામે સાંજના સમયે મોટરસાયકલ અને ક્રૂઝર જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં મોટર સાયકલ સવાર ફંગોળાઈને ગટરમાં પડ્યો હતો જ્યારે બીજો યુવક રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજા થઈ હતી જેથી બંને યુવાનોને શરીરે ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા.
અકસ્માત સર્જાતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હાત અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી, 108 આવે ત્યાં સુધી બંને યુવાનોનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. આ બંને યુવકના મૃતદેહને પોલીસ દ્વારા પોસમોર્ટમ અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા છે અને ઓળખ કાર્યવાહી કરવામાં આવી રહી છે આ બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.