દાહોદ: RTPCRના 246 તેમજ રેપિડના 908 સેમ્પલો મળી કુલ 1154 સેમ્પલોની ચકાસણી હાથ ધરવામાં આવતા તે પૈકી 1133 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ કેસમાં સૌથી વધુ દાહોદ શહેરમાં 12 કેસો નોંધાવા પામ્યા છે. જ્યારે ગરબાડા પંથકમાં 2, દેવગઢ બારીયામાં 4, સંજેલીમાં 2 કેસોનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે 454 લોકોના રિપોર્ટ પેન્ડિંગ હોવાથી તેઓની રાહ જોવાઈ રહી છે.
હાલ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમિત આવેલા દર્દીઓના ટ્રાવેલ હિસ્ટ્રીની શોધખોળ આદરી તેઓના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરોન્ટાઇન કરી જે તે વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારોમાં સેનેટાઇઝ સહિતની કામગીરી શરુ કરી વધુને વધુ ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે. જો કે, દાહોદમાં કોરોનાથી અત્યાર સુધીમાં 50 લોકો મૃત્યુ પામ્યા છે.