ETV Bharat / state

દાહોદ: રેપ વીથ મર્ડર કેસમાં આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર

દાહોદ જિલ્લામાં 5 વર્ષની બાળા સાથે દુષ્કર્મ આચરનારા આરોપી મામાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જેથી આરોપી નરાધમને રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.

ETV BHARAT
રેપ વીથ મર્ડર કેસમાં આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર
author img

By

Published : Feb 3, 2020, 4:35 AM IST

દાહોદ: જિલ્લામાં 5 વર્ષીય ભાણેજ પર દુષ્કર્મ આચરનારા આરોપી મામાની ગરબાડા પોલીસે ગણતરીની કલાકોમાં ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી મુજબ, પોલીસે આરોપીના 7 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જેથી કોર્ટે આરોપી નરાધમના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

રેપ વીથ મર્ડર કેસમાં આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર

ઉલ્લેખનીય છે કે, નરોધમ આરોપીએ 31 જાન્યુઆરીના રોજ બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી હતી. જેથી આરોપીને સખત સજા આપવાની માગ ગ્રામલોકો દ્વારા કરવામાં આવી હતી.

Intro:અપહરણ, દુષ્કર્મ અને હત્યાના કેસમાં સંડોવાયેલ નરાધમ આરોપી મામાને સાત દિવસના પોલીસ રિમાન્ડ પર સોપતી કોર્ટ

દાહોદ, ગરબાડા નગર માં કૌટુંબિક નરાધમ મામા દ્વારા બાળકી નો અપહરણ રેપ વિથ મર્ડર કરી ફરાર થયેલા આરોપીને ગણતરીની પળોમાં ઝડપીને ગરબાડા પોલીસે જેલભેગો કર્યો છે નગરમાં ભારેલા અગ્નિ વચ્ચે ચુસ્ત બંદોબસ્ત સાથે મૃતક બાળકી નો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો જ્યારે નરાધમ મામાને સાત દિવસના કોર્ટ પોલીસ કસ્ટડી માં મોકલી પૂછપરછ માટે મોકલી આપ્યો છે
Body:
ગરબાડા પંથકમાં નરપિશાચી કૌટુમ્બીક મામાએ 5 વર્ષીય ભાણીને પોતાની હવસનો શિકાર બનાવ્યા બાદ ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દેતા ગરબાડા નગરવાસીઓમાં ભારે આક્રોશ સાથે આરોપીને સખ્તમાં સખ્ત સજા થાય તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે . ગરબાડા નગરમાં લોકો તેમજ પરિવારનો આ બળાત્કારી યુવક સામે ભારે વિરોધ અને આક્રોશ વચ્ચે બાળાના પરિવારજનો દ્વારા યુવકને ગ્રામજનોને સોંપી દઈ ગ્રામજનો જ તેને સજા કરશે તેવી માંગણી વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો . બાળાનું પીએમ કરાવ્યા બાદ તેના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો હતો પરંતુ રોષની લાગણી વચ્ચે ગરબાડા નગરમાં વિસ્ફોટક પરિસ્થિતિ વચ્ચે પરિવાર અને ગરબાડા નગરવાસીઓમાં ભારે આક્રોશ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે બાળાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા . આ સમયે કોઈ અનીચ્છીય બનાવ ન બને તેની તકેદારીને ધ્યાને લઈ ગરબાડા નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ બાળાના અંતિમ સંસ્કાર વેળાએ આંખુ ગામ હિબકે ચડ્યુ હતુ અને અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા . ત્યારે વર્ષીય માસુમ ભાણી સાથે રેપ વીથ મર્ડર જેવો ધૃણાસ્પદ કૃત્ય આચરનાર નરાધમ મામા શૈલેષને પોલીસે જજ સામે રજુ કરી રિમાન્ડની માંગણી કરતા જજ સાહેબના બંગલે આરોપીના 7 દિવસના રિમાન્ડ આપ્યાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે .Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.