લાલ બહાદુર શાસ્ત્રી કેન્દ્રીય પ્રશાસન અકાદમીના 94 ફાઉન્ડેશન કોર્સ ના 42 અધિકારીઓ રૂરલ ફિલ્ડ વિઝીટ માટે દાહોદ આવી પહોંચ્યા છે. 42 IAS અધિકારીઓ જિલ્લા સમાહર્તા જોડે બેઠક યોજી હતી. આ બેઠકમાં કલેક્ટર ખરાડીએ દાહોદ જિલ્લાની આર્થિક, ભૌગોલિક અને સામાજિક રૂપરેખાની સમજ આપી હતી અને આ અધિકારીઓને તેમની ગ્રામીણ વિઝીટ દરમિયાન સરકારી યોજનાના અમલીકરણની સમાલોચના કરવા જણાવ્યું હતું. તેમણે દાહોદ જિલ્લાની ભૌગોલિક રચના, ઇતિહાસ, આર્થિક અને સામાજિક પ્રવૃત્તિની વિસ્તુત સમજ સનદી અધિકારીઓને આપી હતી અને તાલીમ સફળતા પૂર્વક પૂર્ણ કરવા શુભકામના પાઠવી હતી.
જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે પોતાની IASની તાલીમ દરમિયાન કરેલી ગ્રામીણ વિઝીટના અનુભવો વર્ણવ્યા હતા અને સનદી અધિકારીઓને પોતાનો રિપોર્ટ કેવી રીતે તૈયાર કરવો એ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સનદી અધિકારીઓના સાત સમુહ સાથે સ્થાનિક એક એક અધિકારીઓને નોડેલ ઓફિસર તરીકે ફરજ સોંપવામાં આવી છે. જે ગ્રુપ સાથે રહેશે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એમ. જે. દવે પણ ઉ૫સ્થિત રહ્યા હતા.