ETV Bharat / state

દહોદમાં કોરોનાગ્રસ્ત બાળકીના સંપર્કમાં આવેલા કુલ 22 લોકોને ક્વોરોન્ટાઇન કરાયા - corona

મધ્યપ્રદેશમાં કોરોના વાઇરસના સંક્રમણને પરિણામે હોટસ્પોટ બનેલા ઇન્દોરથી દાહોદ પરિવારજનોની અંતિમવિધિ માટે આવેલા એક પરિવારની બાળકીને કોરોના પોઝેટિવ આવ્યા બાદ તેને વધુ સારવાર માટે વડોદરા ગોત્રી હોસ્પિટલમાં રિફર કરી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા બાળકીના સંપર્કમાં આવેલા લોકોના ટ્રેસિંગ કરી દેવામાં આવ્યાં છે. તંત્ર દ્વારા કોરોના વાઇરસ બાળકોના સંપર્કમાં આવેલા 21 વ્યક્તિઓને ક્વોરોન્ટાઇન કરાયા છે.

22 people were quarantined in Dahod
દહોદમાં કોરોનાગ્રસ્ત બાળકીના સંપર્કમાં આવેલા કુલ 22 લોકો ક્વોરોન્ટાઇન કરાયા
author img

By

Published : Apr 9, 2020, 4:45 PM IST

દાહેદઃ મધ્યપ્રદેશમાં કોરોના વાઇરસના સંક્રમણને પરિણામે હોટસ્પોટ બનેલા ઇન્દોરથી દાહોદ પરિવારજનોની અંતિમવિધિ માટે આવેલા એક પરિવારની બાળકીને કોરોના પોઝેટિવ આવ્યા બાદ તેને વધુ સારવાર માટે વડોદરા ગોત્રી હોસ્પિટલમાં રિફર કરી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા બાળકીના સંપર્કમાં આવેલા લોકોના ટ્રેસિંગ કરી દેવામાં આવ્યાં છે. તંત્ર દ્વારા કોરોના વાઇરસ બાળકોના સંપર્કમાં આવેલા 21 વ્યક્તિઓને ક્વોરોન્ટાઇન કરાયા છે.

દાહોદ પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા ટ્રેસિંગ મુજબ 7 માર્ચના રોજ ઇન્દોરની એક પરિવારના છ વ્યક્તિઓ દફનવિધિ માટે દાહોદ આવ્યાં હતાં. ઇન્દોરથી સક્ષમ અધિકારીના પત્ર સાથે પરિવારના મોભીનો મૃતદેહ લઈને દાહોદ આવ્યો હતો. સરહદ પર કરવામાં આવેલા સ્ક્રિનિંગ દરમિયાન તેઓ નોર્મલ જણાયા હતા. કારણ કે, બાળકીને કોરોના એસિમ્ટોમેટિક હતો. બીજા શબ્દોમાં કહીએ તો કોરાના વાઇરસ તેમનામાં સુષુપ્ત અવસ્થામાં હતો.

ઇન્દોર કોરોનાનું હોટસ્પોટ હોવાના કારણે આરોગ્ય વિભાગે આ પરિવારના કોરોનાના સેમ્પલ લીધા હતા. આમ તો આરોગ્ય વિભાગની એવી માર્ગદર્શિકા છે કે, કોરોના અંગેના કોઇ શંકાસ્પદ લક્ષણ દેખાઇ તો જ સેમ્પલ લેવા, પણ દાહોદની આરોગ્ય ખાતાની ટીમે ચોક્કસાઇ દાખવી 7 માર્ચના રોજ આ પરિવારની 6 વ્યક્તિના સેમ્પલ લીધા હતા. સેમ્પલ લેવામાં આવ્યા ત્યારે પણ, તમામ વ્યક્તિઓ નોર્મલ હતી. જેમાંથી એક બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતા 8 માર્ચના બુધવારની મધ્ય રાત્રીના તેને સરકારની ગાઇડ લાઇન્સ મુજબ વડોદરા રિફર કરી દેવામાં આવી છે.

આ બાળકી અને ઇન્દોરના 6 વ્યક્તિઓ સાથે દાહોદના સ્થાનિક અન્ય 12 વ્યક્તિઓ દફનવિધિ ઉપરાંત ઘરમાં સંપર્કમાં આવ્યાં હતાં. દફનવિધિમાં કુલ 18 વ્યક્તિ જોડાઇ હતી. જ્યારે દફનવિધિમાં ન જોડાઇ હોય અને બાળકીના સંપર્કમાં આવી હોય એવી બીજા ચાર વ્યક્તિઓને પણ ટ્રેસ કરવામાં આવ્યા છે. આમ, કુલ મળી 22 વ્યક્તિઓના ક્વોરન્ટાઇ કરવામાં આવ્યા છે. જેમાં એક પોઝિટિવ બાળકીને વડોદરા અને બાકીને રેલ્વે હોસ્પિટલમાં ક્વોરન્ટાઇ કરી સ્વેપ તથા બ્લડના સેમ્પલ લેવામાં આવ્યા છે.

દાહોદ આરોગ્ય ખાતા દ્વારા 7 માર્ચના રોજ કુલ 19 સેમ્પલ તપાસમાં મોકલવામાં આવ્યાં હતાં. જેમાં 6 ઇન્દોરવાળા પરિવારની વ્યક્તિના, 7 દેવગઢ બારિયાથી, 4 કુશલગઢવાળા અને દાહોદથી ઇન્દોર ગયેલા 2 વ્યક્તિનો સમાવેશ થાય છે. 8 માર્ચના રોજ કુલ 9 સેમ્પલ તપાસમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં એક આરોગ્ય કર્મચારીનો પણ સમાવેશ થાય છે. આ કર્મચારી ઇન્દોરથી આવેલા પરિવારના સંપર્ક આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.