દમણ દીવમાં ભાજપ તરફથી સતત બે ટર્મ લોકસભા સાંસદ તરીકે ચુંટાયેલા દમણના લાલુભાઈ પટેલે 28મી માર્ચના વહેલી સવારે પોતાના ઘરે પૂજા અર્ચના કરી, ગોર મહારાજના આશીર્વાદ મેળવી પોતાની પત્નીના હાથે કુમકુમ તિલક કરવી ઉમેદવારી ફોર્મ ભરવા માટે પ્રસ્થાન કર્યું હતું.
લાલુભાઈની ઉમેદવારી ફોર્મ માટે તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં અને ફટાકડા ફોડી DJના તાલે રેલી કાઢી હતી. આ રેલી નાની દમણ ભાજપ કાર્યાલયથી મોટી દમણ કલેકટર ખાતે પહોંચી હતી. જ્યાં લાલુભાઈએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.જો કે, દમણ પ્રશાસનનો કડવો અનુભવ મીડિયાને પણ થયો હતોઅને મીડિયાને કલેકટર કચેરી બહાર જ અટકાવી દેવાતા મીડિયાએ આ અંગે રજુઆત કર્યા બાદ પણ પ્રશાસન ટસનું મસ થયું નહોતું.