દાદરા નગર હવેલી: આ વખતે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સામાજિક અંતર સાથેની બેઠક વ્યવસ્થા રાખી, પૂરતા સુરક્ષા આયામો સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રદેશના લોકોને યુટ્યૂબના માધ્યમથી જીવંત પ્રસારણ દ્વારા ઉજવણીમાં સામેલ કરવામાં આવ્યા હતા. પ્રશાસક પ્રફુલ પટેલ આ દિવસે મુક્તિદિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા નહોતા. જ્યારે કલેકટરે ધ્વજવંદન કરી પ્રજાજોગ સંદેશ પાઠવ્યો હતો.
આ ઉજવણીમાં પોલીસ જવાનો ઉપરાંત દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકર સહિતના રાજકીય આગેવાનો, પદાધિકારીઓ અને સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ત્યારે કોરોના મહામારીમાં પ્રદેશમાં દેશને માસ્ક, દવા, PPE કીટની માંગને ઉદ્યોગોએ પુરી કરી હોવાનું અને પ્રદેશમાં અનેક સેવાકીય કામગીરી હાથ ધરી હોવાની વિગતો કલેકટર સંદીપ કુમારે આપી હતી.