ETV Bharat / state

બોડેલીની નવજીવન હાઇસ્કૂલ ખાતે સૂર્યોદય યોજના શુભારંભ કાર્યક્રમ યોજાયો - Minister of State Jaydrath Singh

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના નવજીવન ખાતે સૂર્યોદય યોજના શુભારંભ કાર્યક્રમમાં યોજાયો હતો. જેમાં રાજ્ય પ્રધાન જયદ્રથસિંહ પરમાર અને સાંસદ ગીતાબેન રાઠવાએ યોજનાઓ વિશે માહિતી આપી હતી.

બોડેલીની નવજીવન હાઇસ્કૂલ ખાતે સૂર્યોદય યોજના શુભારંભ કાર્યક્રમ યોજાયો

author img

By

Published : Jan 17, 2021, 9:09 PM IST

  • રાજ્ય સરકાર દ્વારા કિસાન સૂર્યોદય યોજના માટે રૂપિયા 3500 કરોડની જોગવાઇ કરવામાં આવી
  • ગુજરાત ખેડૂતોને દિવસે વિજળી આપનારૂં દેશનું પ્રથમ રાજ્ય બન્યું
  • બોડેલી તાલુકાના 22 ગામોના 359 ખેડૂતોને લાભ થશે : સાંસદ ગીતાબેન રાઠવા

છોટાઉદેપુરઃ જિલ્લાના બોડેલીના નવજીવન ખાતે સૂર્યોદય યોજના શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજય પ્રધાન જયદ્રથસિંહ પરમાર અને સાંસદ ગીતાબેન રાઠવાએ યોજનાઓ વિશે માહિતી આપી હતી. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા રાજ્યના કૃષિ પંચાયત અને પર્યાવરણ રાજ્ય પ્રધાન જ્યદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં શરૂ થયેલા કોરોના વાઇરસ રસીકરણના મહાભિયાન અંગે જાણકારી આપી હતી. તેમ જ ખેડૂતોને દિવસે વિજળી મળે એવી માંગણી સંતોષી હતી અને સરકારે દિવસે વિજળી આપવાની શરૂઆત કરી છે. ગુજરાત ખેડૂતોને દિવસે વિજળી આપનારૂં દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

બોડેલીની નવજીવન હાઇસ્કૂલ ખાતે સૂર્યોદય યોજના શુભારંભ કાર્યક્રમ યોજાયો
બોડેલીની નવજીવન હાઇસ્કૂલ ખાતે સૂર્યોદય યોજના શુભારંભ કાર્યક્રમ યોજાયો

રાજ્ય સરકારે કિસાન સૂર્યોદય યોજના માટે રૂપિયા 3500 કરોડની જોગવાઇ કરવામાં આવી

રાજ્ય સરકારે કિસાન સૂર્યોદય યોજના માટે રૂપિયા 3500 કરોડની જોગવાઇ કરવામાં આવી છે એમ જણાવ્યું હતું. રાજ્યના કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજય પ્રધાન જયદ્રથસિંહ પરમારે જયોતિગ્રામ યોજના અંગે વાત કરી તેમણે જયોતિગ્રામ યોજના થકી ગ્રામ્ય વિસ્તારો પણ વિજળીના પ્રકાશથી ઝળહળી ઉઠયા છે. એમ ઉમેરી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોની ચિંતા કિસાન સન્માન નિધિ યોજનામાં વાર્ષિક 6000 રૂપિયા ખાતામાં જમા કરવામાં આવે છે. એમ જણાવી તેમતે રાજ્ય સરકારની 7 પગલા કિસાન કલ્યાણ યોજના સહિત ઇ-સેવાસેતુ જેવી નવતર યોજનાઓ અંગે જાણકારી આપી હતી.

સરકારે તમામ વર્ગોની સાથે સાથે ખેડૂતો પણ સુખી અને સમૃદ્ધ બને એ માટે ખેડૂતોની ચિંતા કરી

સાંસદ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે તમામ વર્ગોની સાથે-સાથે ખેડૂતો પણ સુખી અને સમૃદ્ધ બનેએ માટે ખેડૂતોની ચિંતા કરી ખેડૂતોની સમસ્યાઓ દૂર કરી છે. એમ કહી તેમણે સૂર્યોદય યોજનાથી ખેડૂતોને ખૂબ લાભ થશે એમ જણાવ્યું હતું. વધુમાં તેમણે પ્રથમ તબક્કાની કિસાન સૂર્યોદય યોજનાના શુભારંભથી બોડેલી તાલુકાના 22 ગામોના 359 ખેડૂતોને લાભ થશે. એમ જણાવી તેમણે આવનારા સમયમાં તબક્કાવાર તમામ ખેડૂતોને આ યોજના હેઠળ આવરી લેવાશે એમ જણાવ્યું હતું. વધુમાં તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતો માટે ખૂબ ચિંતિંત છે, એમ જણાવી ખેડૂતો માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જુદી-જુદી યોજનાઓ અંગે વિગતે જાણકારી આપી હતી. આ ઉપરાંત તેમણે તાજેતરમાં જ બોડેલી ખાતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ છોટાઉદેપુર જિલ્લાની પ્રજાને પીવાનું શુદ્ધ પાણી મળી રહે, બાળકોને અદ્યતન સુવિધાઓ સાથેની શાળાના મકાનો મળી રહે, તેમજ હિંસાથી પીડીત મહિલાઓ માટેના સખી વનસ્ટોપ સેન્ટરના મકાન જેવા 613.19 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું, એમ જણાવી તેમણે રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમમાં કલેકટર સહિતના અન્ય અધિકારીઓ હાજર રહ્યા

આ કાર્યક્રમમાં કલેકટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંતભાઇ વસાવા, અગ્રણી વિરેન્દ્રસિંહરાજ પરમાર, રાજેશભાઇ પટેલ, કાર્તિકભાઇ શાહ, MGVCL એલના ઇજનેરો, જિલ્લાના અધિકારીઓ, ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.