છોટા ઉદેપુર: જિલ્લામાં નસવાડી પાસે આવેલ લિન્ડા ટેકરા મોડેલ સ્કુલમાં (MODEL SCHOOL NASWADI) શૈક્ષણિક સંકુલમાં 1000 જેટલી વિદ્યાર્થિનીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહી છે. એક સપ્તાહ પૂર્વે સતત ત્રણ દિવસથી ભોજનમાં ઇયળ, કાચું અને અપૂરતું ભોજન અપાય છે, જે અંગેની ફરીયાદ આચાર્યને ચાર ચાર કરવાં છતાં મેનુ મુજબ ભોજન નહીં આપવા તેમજ અપૂરતા ભોજન બાબતે સંકુલની 1000 જેટલી વિદ્યાર્થિનીઓએ (More than 1000 students protested) જમવાનું ફેંકીને વિરોધ (Protest at Eklavya Model School) કર્યો હતો, જેના અહેવાલ પણ મીડિયામાં પ્રસારિત થતા આદિજાતિ વિકાસ વિભાગનાં નાયબ નિયામકે કેમ્પસની મુલાકાત લીધી હતી અને 70 જેટલી વિધાર્થીનીઓનો જવાબ લેવામાં આવ્યો હતો.
સામજિક આગેવાનો દ્વારા પણ આવેદનપત્ર આપી અસરકારક રજૂઆતો કરાઈ
ધારાસભ્ય અભેસિંહ તડવી તેમજ વિરોધપક્ષના સુખરામ રાઠવાએ પણ પણ લિન્ડા શિક્ષણ સંકુલની (MODEL SCHOOL NASWADI) મુલાકાત લીધી હતી. તે ઉપરાંત કન્યાઓને ગુણવતા વગરનું ભોજન પીરસવાના મામલે સામજિક આગેવાનો દ્વારા પણ આવેદનપત્ર આપી અસરકારક રજૂઆતો કરવામાં આવી હતી.
શિક્ષકો અને આચાર્યએ છાત્રાઓને સમજાવી
હોસ્ટેલની સાત મહિલા વોર્ડનને બેજવાબદાર ગણી સસ્પેન્ડ કરી દેવાતા કન્યાઓ શિક્ષણ સંકુલના ગેટ ઉપરથી કૂદીને ઉભાં રોડ દોડી શિક્ષણ સંકુલનાં ગેટ પર અને રોડ પર બેસીને વોર્ડનના સમર્થનમાં હોબાળો કરી વિરોધ કર્યો હતો અને વિધાર્થીઓ અમોને સારું ભોજન મળતું નથી એમાં અમારી વોર્ડન મેડમનો શું વાંક હતો કે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં ? અમારી વોર્ડન મેડમો અમારાં માતાપિતા સમાન છે, તેઓને કાઢી મૂકવામાં આવશે તો અમે પણ શાળા સંકુલ છોડીને ઘરે જતાં રહીશું તેવી જીદ પર અડી જતાં, શિક્ષકો અને આચાર્ય દ્વારા સમજાવવા છતાં છાત્રાઓ નહીં સમજતાં નસવાડી પોલીસ પણ શિક્ષણ સંકુલ ખાતે દોડી આવી હતી.
આદિવાસી સમાજના તેમજ ભાજપના નેતાઓએ રજૂઆત કરતા ખડભડાટ મચી ગયો
મોડેલ સ્કૂલમાં ફરજ બજાવતા 7 મહીલા વોર્ડન અને 1 પુરૂષ વોર્ડનને દોષિત ઠેરવીને 8 જેટલાં વોર્ડનને સસ્પેન્ડ (Eight wardens fired at Eklavya Model School) કરી તેમનો ચાર્જ પણ અન્ય શિક્ષિકાઓને આપવા રાજ્ય નિયામકે આદેશ કર્યો છે, જેને લઇને વિદ્યાથીનીઓ અને વાલીઓમાં રોષ ઉઠતાં વાલીઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતા ઓને રજૂઆત કરવામાં આવતાં મોડેલ સ્કૂલના ડાયરેક્ટર અર્જુન ચૌધરી શૈક્ષણિક સંકુલની મુલાકાત લીધી હતી. આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા પરિપત્ર થતાં પ્રાયોજના વહીવટ દ્વારા રાતોરાત ગૃહમાતાઓને સસ્પેન્ડ કરી દેવાનો આદેશ કરતા આદિવાસી સમાજના તેમજ ભાજપના નેતાઓએ રજૂઆત કરતા ખડભડાટ મચી ગયો છે.
લિન્ડા શાળા સ્કૂલના ડાયરેક્ટર અર્જુન ચૌધરીને આક્રમક રજૂઆતો કરાઈ
આદિવાસીઓ નેતા મોટા પાયે રજૂઆત કરવા માટે ભાજપ નેતાઓ પાસે જતા ભાજપના પ્રમુખ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ આદિજાતિ વિભાગ તેમજ આદિવાસી સમાજના લોકો ભેગા મળી લિન્ડા ખાતે પહોંચ્યા હતા એન લિન્ડા શાળા સ્કૂલના ડાયરેક્ટર અર્જુન ચૌધરીને આક્રમક રજૂઆતો (Protest at Eklavya Model School) કરી હતી.
લિન્ડા કેમ્પસને તાળા મારી દેવાની ચીમકી
ભાજપ તાલુકાના પ્રમુખ ગોપાલસિંહે ભોજન હલકી કક્ષાનુ આપવામાં આવે છે અને જેમાં આચાર્ય અને ભોજનના ઈજારદારની જવાબદારી હોય છે. વોર્ડનની જવાબદારી હોતી નથી અને વોર્ડને આચાર્યને લેખિતમાં 4થી 5 વાર રજૂઆત કરવા છતાંય આચાર્યએ ધ્યાન આપ્યું નથી. વોર્ડનની રજૂઆત ધ્યાને લીધી નથી, જ્યારે વિદ્યાર્થીઓએ પણ રજૂઆત કરી હતી પરંતુ તેવોની રજૂઆત સાંભળવામાં આવતી નથી. તપાસમાં આવનારા અધિકારીઓએ વોર્ડનને ખોટી રીતના જવાબદાર ગણે છે, તે ખોટું છે. વોર્ડનને 8 દિવસમા નોકરીમાં પરત નહિ લેવામાં આવે તો લિન્ડા કેમ્પસને તાળા મારી દેવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.