છોટા ઉદેપુર જિલ્લા મથક હોવાના કારણે લગભગ 30થી 40 કિમી અંતરિયાળ વિસ્તારમાંથી વધુ અભ્યાસ માટે વિદ્યાર્થીઓએ છોટા ઉદેપુરનગરમાં આવવું પડતું હોય છે. ST બસમાં પરિવહન (Transport in ST Bus in Chotaudepur) કરી પોતાનો અભ્યાસ કરવો પડતો હોય છે.
બસો ન મૂકાતા હજારો વિધાર્થીઓ અટવાયા આજરોજ છોટાઉદેપુર ST ડેપોની બસો (Chotaudepur ST Depot Buses) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ફાળવેલ હોય અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારની બસો ન મૂકાતા હજારો વિધાર્થીઓ બસ વિના અટવાઈ ગયા હતા. બસો તાત્કાલિક મુકવા હલ્લાબોલ કર્યો હતો. બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોય વિદ્યાર્થીઓ રોષે (No Bus Services to School Students) ભરાયા હતા.
માંડ એકાદ બે બસોમાં વિદ્યાર્થીઓની સ્થિતિ જંગલના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં માંડ એકાદ બે બસો જતી હોય છે. તેમાંય જે કાપ મુકાય તો ભારતના ભવિષ્ય જેવા આ વિદ્યાર્થીઓની સ્થિતિ શું થાય? હાલની પરિસ્થિતિ જોતા એક તરફ વરસાદ, એક બાજુ અંધારા અને ના છૂટકે જંગલો ઓળંગીને પોતાના ગામડા કે ઘર સુધી ચાલીને જવાની ફરજ પડશે, તેવું જણાઈ રહ્યું છે.