- હવામાન વિભાનની અગાહીને ગંભીરતાથી ન લેતા નુકસાન
- કમોસમી વરસાદને કારણે ભારતીય કપાસની 400 ગાંસડીઓ પલળી
- બોડેલીમાં કપાસને બચાવવા માટે દોડાદોડી
છોટા ઉદેપુર : હવામાન ખાતાની આગાહીને લઈ છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદ વર્ષી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીની અવગણના કરી કોઈ આગોતરું આયોજન ન હોવાથી નસવાડી CCI કપાસ ખરીદ કેન્દ્ર ખાતે ખરીદવામાં આવેલો કપાસ પલળી ગયો હતો.
CCIના અધિકારીઓએ જે બેદરકારી દાખવી
હવામાન ખાતાની આગાહીને લઈ વહેલી સવારેથી જ છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદ વર્ષી રહ્યો છે. નસવાડી સહિત આસપાસના વિસ્તારના ખેડૂતો પોતાનો કપાસ નસવાડી CCI કપાસ કેન્દ્ર ખાતે વેચ્યો હતો. જે અધિકારીઓ હવામાન વિભાગની આગાહીને ગંભીરતાથી ન લેતા કમ્પાઉન્ડમાં મૂકેલા ભારતીય કપાસ નિગનની 400 ગાંસડીઓ પલળી હતી. તેમજ ખુલ્લામાં મૂકેલા કપાસ ઢગલાના પલળી ગયા હતા. કપાસની CCI દ્વારા જે આવક થઈ હતી, પરંતુ હવામાન ખાતાની આગાહીને લઈને CCIના અધિકારીઓએ જે બેદરકારી દાખવી છે, જેને લઈ ભારતીય કપાસ નિગનની ગાંસડીઓ પલળી હતી. જો કપાસમાં ભેજ જણાય તો CCIના અધિકારીઓ કપાસની ખરીદતા નથી, ત્યારે હવે આ અધિકારીઓ શું કરશે એ એક પ્રશ્ન છે.
બોડેલી જીનમાં કપાસને બચાવવા દોડાદોડી
હવામાન વિભાગની અગાહીને લઈ છોટા ઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો. બોડેલી સહીત આસપાસના વિસ્તારમાં પણ સવારથી જ કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે બોડેલી સોસાયટી જીનમાં પણ કપાસને બચાવવા તેના પર તાડપત્રી ઢાંકવામાં આવી હતી. તેમ છતાં સામાન્ય નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે.