છોટા ઉદેપુર ઓરસંગ નદી મધ્ય પ્રદેશમાંથી નીકળી (Orsang River originates from Madhya Pradesh) છોટાઉદેપુર નજીક ગુજરાતમાં પ્રવેશે છે. આ નદીમાં એક યુવક પસાર થઈ રહ્યો હતો. આ યુવક નદીના મધ્યે પહોચતાં અચાનક નદીમાં પૂર (Orsang River Flooded) આવતાં યુવક પોતાનો જીવ બચાવવા નદીમાં આવેલાં પથ્થર પર ચઢી ગયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદ (Heavy rain in Chhota Udaipur) પડવાથી ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ હતી. રણજીત રાઠવા નામનો યુવક નદી વચ્ચે ફસાઈ જતા તેને બચાવવા રેસ્ક્યું ટીમ (Rescue team rescue a person from Orsang River) ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ યુવકને નદીમાંથી સલામત રીતે બચાવી લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો ઔરંગા નદીમાંથી ફસાયેલા વ્યકિતનું દિલધડક કરાયું રેસ્ક્યું, જૂઓ વીડિયો...
ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છોટા ઉદેપુરના નગરમાં રહેતા રણજીત રાઠવા નામનો યુવક પોતાની ભેંસો ચરાવવા નિત્યક્રમ મુજબ છોટા ઉદેપુર નગરની સામે આવેલા વાધસ્થળના જંગલમાં જતો હતો. આજે નિત્યક્રમ મુજબ આ યુવક પરત ફરી રહ્યો હતો. ત્યારે ઓરસંગ નદીમાં પસાર થતો હતો અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ હતી.
આ પણ વાંચો હોસ્પિટલમાં પાણી ભરાઇ જતા, પોલીસતંત્ર દ્વારા દર્દીઓનું કરાયું રેસ્ક્યું
ઓરસંગ નદીમાં અચાનક પૂર રણજીત રાઠવા નામનો યુવક નદીની વચ્ચો વચ્ચ પસાર થઈ રહ્યો હતો. એજ વખતે ઓરસંગ નદીમાં અચાનક પૂર આવતાં યુવક નદીમાં આવેલાં પથ્થર પર ચઢી ગયો હતો. આ ધટનાની જાણ લોકોને થતાં નદીની વચ્ચો વચ્ચ ફસાયેલા યુવકને બચાવવાને બોલાવવામાં આવી હતી. રેકસ્યુંની ટીમ સમય પર આવી પહોંચતા રણજીત રાઠવાને પૂરમાંથી હેમખેમ નદીમાંથી બહાર કાઢી લેવાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.